Posted by: nilam doshi | October 21, 2006

નવો સૂર્યોદય…

નવો સૂર્ય નવી આશા,નવા ઉમંગ લઇ ને જુઓ ..કેવો સરસ ઉગી રહ્યો છે.એમાં સમાયા છે..નવી આશાના કિરણ….નવા ઉત્સાહની ચેતના…નવા ઉમંગની અભિલાષા,નવા અરમાન.નવા સ્વપ્નો,ને એ બધાથી જીવન સભર બની નવલારૂપે ખીલી ઉઠે…એ જ આજના શુભ દિવસની સૌ માટે પ્રાર્થના છે….અંતરની આરત છે,દિલની શુભેચ્છા છે.આ શબ્દોના શણગાર જ નથી.એમાં  સમાયેલી છે દિલની દુવાઓ.

“સર્વે ભવન્તુ સુખિન:”ની પ્રાર્થના.

અને હકીકતે જોઇએ તો નવું સૂર્યમાં નથી…એ જ પ્રભાત આજે પણ છે.પણ આજે આપણી દ્રષ્ટિ બદલાઇ છે.એમાં આજે નવીનતાનું આંજણ છે.મધુરતાનું ગીત છે.આજે આપણી અંદર આનંદ છે…ઉત્સાહ છે.એટલે આપણને આજે સારી સૃષ્ટિ નવી લાગે છે…અને લાગવી જ જોઇએ.એ ઉત્સાહ જળવાઇ રહે..જીવંત બની રહે…અને જીવન ખુશીથી છલકી અને મલકી રહે..અને આપણે સૌ નવા વરસમાં વધુ ને વધુ સ્નેહગાંઠે બંધાઇને મળતા રહીએ…એ શુભેચ્છા સાથે અસ્તુ.

ચાલો,વધાવીશુને..આ નવા સૂર્યોદયને….નવી..દ્રષ્ટિથી….સૌન્દર્યની દીક્ષા પામેલ દ્રષ્ટિથી…સ્નેહનું …સંબંધોનું સૌન્દર્ય…!!!!!માણીએ આજના આ પ્રફુલ્લ..સૂર્યોદયને!!!

“ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં

ભૂરૂ છે નભ…સ્વચ્છ..સ્વચ્છ,
દીસતી  એકે નથી  વાદળી”

કવિ કલાપી યાદ આવે છે?

નવું વરસ ….
નવી છે દ્રષ્ટિ….
ચાલો વધાવીએ સૌ
સાથે મળીને
સ્નેહ સત્કારે.
                                               નીલમ દોશી.

Responses

નીલમબેન,

તમારો સુંદર બ્લોગ માણવાની મજા આવે છે. પરંતુ ફાયરફોક્ષમાં બરાબર વંચાતુ નથી અને તેને માટે wordpressમાં text alignmentમાં ફેરફાર કરવાની જરૂર છે. WordPressનાં html codeમાં

text left align કરવાથી IE and Firefox દરેકમાં સરસ વંચાશે.

સિદ્ધાર્થ

નીલમબેન
નૂતન વર્ષાભિનંદન.
સાલ મુબારક.
HAPPY NEW YEAR :)

આપને અને આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નૂતન વર્ષના આ સુંદર લેખ બદલ આભાર. ધન્યવાદ.

નીલમબેન
નૂતન વર્ષાભિનંદન,
સાલ મુબારક,
HAPPY NEW YEAR TO YOU AND YOUR FAMILY :)

નૂતન વર્ષના અભિનંદન…

નૂતન વર્ષના અભિનંદન…

પહેલી લીટીમાં સૂર્યની જગ્યાએ ‘ રવિ મૃદુ ‘ જોઇએ.

yes,dada,u r right..by mistake it is written…sorry.
and happy new year to u and yr family too.hows diwali?must be nice with family together.

નૂતન વર્ષાભિનંદન…

Leave a response

Your response:

Categories