દિવાળી આવી ,મુકતપંચિકા લાવી..


દિવાળી આવી,
દીવડા લાવી
પ્રકાશ ચોતરફ
દિલમાં દીવો
કરીશું આજે?

ઝગમગ આ
વીજળી દીવા
ઝાંખા લાગે કેમ તે,
નાનકડા આ
કોડિયા પાસે?

લાભ શુભ ને
સાથિયા પૂર્યા
સજાવી રંગોળી, ને
લો ઝગમગ
આ વિશ્વ સારું .

મુબારક હો
સહુ મિત્રોને,
આ “પરમ સમીપે”
દિલની દુવા
સાચા દિલથી.

પ્રકાશ ફેલે,
દીન:દુ:ખીના
ખોરડે,એ પ્રાર્થું હું
વિશ્વ સમસ્તે
છલકે ખુશી.

“ડીલીટ” કરી
શુભેચ્છા ભલે,
મેઇલ બોક્ષમાંથી
અંતરમાં છે
સદાયે સાથે.

આભાર સૌનો
માનું છું અહીં
”પરમ સમીપે”ને
સાચવું છું હું
મમ અંતરે.

લાભ શુભ ને
સ્વસ્તિક આજે
ફેલાવી રહે જગે
સંદેશ વિશ્વે
ખુશહાલીનો.

થાય અગર
 દિલમાં દીવો
ઝગમગ અંતર
ઉજાળી રહે
જીવન સારું.

શુભેચ્છાઓ કે
વહેવારના
કૃત્રિમ વરસાદે
ભીંજાવું મને
ગમે ન કદી.

તિમિર પાર
તેજની ધાર
દીપ ફેલાવે જયોત
મનની પાર
છે કો’ પ્રકાશ?

કોડિયું નાનું
સંદેશ મોટો
થોડો તો મિટાવું હું
અંધકાર આ
નાના-શા ખૂણે.

દિવાળી આવી,
છલકી રહે
ઉત્સાહ આજે વિશ્વે
મલકી રહે
માનવ આજે.

શુભેચ્છાઓના,
વહેવારના
કૃત્રિમ વરસાદે
પલળી ને યે
કોરીકટ હું!!!! 

                             નીલમ હરીશ દોશી.(સહિયારૂ સર્જન)

3 Comments

  1. 1

    અરે વાહ આંટી!!
    તમે તો મુક્તપંચિકાઓની બરાબર દિવાળી કરી!!
    સુંદર સર્જનો છે… અભિનંદન!!

    આનો ભાવ જરા વધુ ગમ્યો…

    શુભેચ્છાઓના,
    વહેવારના
    કૃત્રિમ વરસાદે
    પલળી ને યે
    કોરીકટ હું!!!!

  2. 2

    શુભેચ્છાઓ કે
    શુભકામના
    ભલેને વરસે શેં
    રહીયે કોરા
    કૃત્રિમ ફોરે

  3. 3
    Sweta Says:

    Nilamben,

    it was really great poem. congratulations!!

    I remember part of one nice geet, which i want to share with u.

    “Har dil ma divda pragte , dil maa pragte to diwali”

    And some words of that Geet,

    “Aa phatakada phat phat phute, dil maa phute to diwali,
    aaj umange bhinjavu to diwali”

    Meaniing to say is, diwali is not just formality to meet people, it is like meeting people with Prem-bhav and lagani. and not just eating and having crackers, but all the things should be with bhav. So, love is most important.

    Thanks for the great poem.
    Happy diwali and Happy new year.
    Sweta


RSS Feed for this entry

Leave a Comment