અશોકભાઇને દીકરા વહુ ના પરિવર્તન નું રહસ્ય તો સમજાયું.પણ હવે પોતે શું કરવું તે ન સમજાયું.અત્યાર સુધી તો પોતે મજબૂર હતા.પસંદગીને કોઇ અવકાશ નહોતો.આર્થિક મજબૂરી ન રહેતી તેમણે થોડી હળવાશ અનુભવી.હવે તે પોતાની ઇચ્છા મુજબ જિંદગી જીવી શકશે.
પોતાની જિંદગી એટલે શું?કદાચ બે સમય વ્યવસ્થિત જમવાનું મળશે એ જ કે બીજું કંઇ?લાગણી કે સ્નેહ થોડા પાછા આવવાના છે?દીકરો વહુ કઇ હદે સ્વાર્થી બની શકે છે…તે પોતે અનુભવી ચૂકયા હતા. અને હવે કદાચ સારી રીતે રાખે તો પણ શું?તેના પૈસાએ તેમને બદલવાની ફરજ પાડી હતી.
શું કરવું? કયારેક થતું હતું..પોતે મોટા છે..ગઇ ગુજરી ભૂલી જવી જોઇએ.અંતે તો પોતાનું લોહી છે ને?છોરૂ કછોરૂ થાય…પોતે માવતર ઉઠીને કમાવતર થાય એ કેમ ચાલે?જીવનમાં બધું ગણી ને ગાંઠે થોડુ બંધાય છે?દીકરાએ ભૂલ કરી તો પોતે પણ ભૂલ કરવી?
અને આર્થિક પ્રશ્ન ભલે હવે ન રહ્યો…પણ…આ ઉમરે હવે પોતે એકલા કયાં જશે?બાંધી મુઠ્ઠી પોતે જ સમાજમાં ઉઘાડશે?અને આજે શરીર સારું છે…પણ કાલની કોને ખબર છે?સાજે માંદે વહુ દીકરો સમાજની શરમે પણ કરશે તો ખરાને?(જોકે કેવું કરશે એ તો એકવારની માંદગીમાં અનુભવી લીધું હતું)
ના,ના,પોતે મન મોટુ રાખીને બધુ ભૂલી જ જવુ જોઇએ.કદાચ વહુ દીકરાની આંખ ખરેખર ઉઘડી હોય ને તેમને પોતાની ભૂલ સમજાણી હોય તો….!તો પોતે એક તક આપવી જ જોઇએ. પણ….પણ..ખાલી સ્વાર્થ માટે જ..પૈસા માટે જ જો આ પરિવર્તન હોય તો?તો પોતાનું સ્વમાન…પોતાની ખુમારી શા માટે ખોવા જોઇએ?ઇશ્વરે સ્વમાનથી જીવવાની તક આપી છે તો…..
આમ દ્વિધા અનુભવતા અશોકભાઇ ત્યારે તો સૂઇ ગયા.અને ઉઠયા ત્યારે હળવા બની ગયા હતા.શું કરવું તે નિર્ણય જાણે થઇ ગયો હતો!અને બીજા દિવસથી અશોકભાઇ “ડોહા” મટી “પપ્પા”બની જીવવા લાગ્યા.થોડુ સારુ લાગ્યું
એક મહિનો સારી રીતે પસાર થઇ ગયોઅને અશોકભાઇ પહેલું પેન્શન …જાતે ઓફિસમાં જઇ લઇ આવ્યા.આમેય બીજા કોઇની સહી વિના તો પૈસા મળે તેમ હતા જ નહીં. ઘેર આવ્યા ત્યાં દીકરો વહુ જાણે કાગડોળે રાહ જોઇને બેઠા હોય તેવું લાગ્યું.
રાત્રે જમી લીધું એટલે દીકરાએ હળવેથી વાત કાઢી,
’પપ્પા,પૈસા લઇ આવ્યા?’ ”
હા, બેટા,લઇ આવ્યો…અને લે હું તો ભૂલી ગયો..અને એ પૈસામાંથી તારા માટે શર્ટ,વહુ માટે સાડી અને છોકરા માટે યે કપડા લાવ્યો છું”અશોકભાઇએ પેકેટ આપતા કહ્યું.
દીકરાએ પેકેટ લેતા કહ્યું,”પપ્પા બાકીના પૈસા?”
”અરે હા,બાકીના પૈસા બેંકમાં મારું ખાતુ ખોલાવી જમા કરાવી આવ્યો.આમેય મારી પાસે બચત કંઇ હતી નહીં.બધુ તને ભણાવવામાં અને તારા લગ્નમાંવપરાઇ ગયુ હતું!! તો થોડી બચત હોય તો સારું.આમેય હું મરી જાઉં પછી તો બધું તારું જ છે ને?અને ત્યાંસુધી મારે જયાં વાપરવું હોય ત્યાં મારી રીતે વાપરી શકું.મારે તારી કે કોઇ પાસે હાથ લંબાવવો નહીં”અશોકભાઇ એ બને સામે જોતા જોતા કહ્યું.
એટલે?
વહુથી બોલાઇ ગયું
એટલે શું?બેટા,મને તમારો પ્રશ્ન સમજાયો નહીં?
એટલે તમે એ પૈસા બધા તમારી મરજી પડે તેમ વેડફી નાખવા માગો છો? ”
વેડફી નાખવા નહીં મરજી પડે ત્યાં વાપરવા એમ મેં કહ્યું”અશોકભાઇએ જવાબ આપ્યો.
એટલે અમારું કરેલુ બધુ નકામું ગયુ?કરીએ બધું અમને અને…..
વહુ નો મૂળ સ્વભાવ અનાયાસે બહાર આવી ગયો.અને દીકરાએ પણ એમાં ટાપસી પૂરાવી.
તમારે અત્યારે કયાં પૈસાની જરૂર છે?અત્યાર સુધી મારા પૈસા નહોતા આવતા ત્યારે યે બધું ચાલતું જ હતુ ને?અને સારી રીતે જ ચાલતું હતું.ઘરમાં કઇ વસ્તુની ખોટ છે?અને મને એવી જરૂર લાગશે તો…હું આપવાનો જ છું ને!!!
અને આગળ ઘણી દલીલો ચાલી.દીકરો વહુ ઇચ્છતા હતા…અને આશા રાખીને બેઠા હતા કે દર મહિને જે પૈસા આવે તે બધા પપ્પા એમના હાથમાં મૂકી દે.
પણ જયારે તેમણે જોયું કે અશોકભાઇ પોતાના નિર્ણયમાં મક્કમ છે ને પોતાનું ધાર્યું જ કરવાના છે.ને પોતાના હાથમાં ખાસ કંઇ આવે તેમ નથી..ત્યારે બધો રંગ ઉતરી ગયો.ને બને ફાવે તેમ બોલવા…ન બોલવાનું બોલી રહ્યા
અશોકભાઇ ને જે જોવુ હતું તે જોવાઇ ગયું કસોટી થઇ ગઇ હતી!!!.જેમાં દીકરો વહુ બને નાપાસ થયા હતા.હવે નિર્ણય ક્યાં અઘરો હતો?પોતાને મનમાં કોઇ અફસોસ ન રહે માટે…દીકરાને એક તક આપી હતી.પણ….એ સુખ તેમના નશીબમાં નહોતું
એક મહિનામાં તેમણે બધી તપાસ કરી રાખી હતી.તેથી બીજે જ દિવસે ઘર છોડી:”જીવન જયોત:”નામની સંસ્થામાં પૈસા ભરી દાખલ થઇ ગયા અને ત્યાં ચાલતા સેવા યજ્ઞમાં જોડાઇ જીવન સાચા અર્થમાં માણી રહ્યા.
નીલમ દોશી.
આપ સૌના ઉમળકાભર્યા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.અને હમેશા મળતો રહેશે જ એ આશા જ નહીં વિશ્વાસ પણ છે જ.અસ્તુ.ફરી એક વાર ખૂબખૂબ આભાર દિલથી.અને હવે આ રહ્યો મૂળ વાર્તાનો અંત.
મિત્રો,મને જે યોગ્ય લાગ્યું તે કહ્યું અને હવે પ્રતીક્ષા આપના અમૂલ્ય પ્રતિભાવોની.
varta saras rite sampanna kari.
haji thodIk chadasa chadasi dekhadI shakate pan tamane lekhak tarike je gamyu te kharu.
kalpana karo ke dikaro ane vahu to sudhari gaya hata ane ashokbhai paisana madama bija lagna ni vat chhedi bese to?
ahi to aa badhu thatu joyu chhe tethi vartano pravaah vanank le ane agal shu lakhi shakay te vichari vata ne agal vadharava vinanti
સુંદર વાર્તા, અશોકભાઇનો નિર્ણય યોગ્ય જણાયો .
રહસ્ય.1 અને રહસ્ય.2 બંને આજે સાથે વાંચી. સરસ પાત્રલેખન.
વાર્તાનું સમાપન સુંદર રીતે કર્યું…નિલમ આંટી!
દિકરા-વહુને એક તક આપી ન હોત સત્ય લાધ્યું ન હોત!
અશોકભાઇ આઝાદ બન્યા !!
Simply great end as I preffered for Ashokuncle. bane to ek part aagad vadhari have temnu routing shu che te kehshoo to Ashokuncle ek hayat patra che tevu lagshe…. Thanks a lot.
sunder story
vartanu samapan kubaj sunder
rite karyu
abhar
HAPPY DIWALI
Nilamben, Ashokbhai jeva ghana manso aje samaj ma chhe.Tena jeva dikara to lagbhag jove male che etale ja Vrudhdhashram ma dakhal thava waiting list che.
Sarkar navo kaydo laveche parantu teno amal ketlo thay che te mahtvanu bani raheshe.
with due regards..
ajit & daksha desai
pls read everyone spirit.