માણસમાં જોજનવા ઉંડે..અલોપ…
એવા માણસને કાઢવાને બહાર
હોય કોઇ માઇ ના પૂત
પુરાવિદ તત્પર તૈયાર?
મોન્હે જો ડેરો ને હડપ્પા સોંસરવી
સદીઓમાં માણસના મૂળ…
સાચપથી ઝળહળતા મોતીના
ઓજસથી સિંચાયા માનવના કૂળ
આજ હવે પથ્થરના ઢેર નીચે
કાળમીંઢ કિલ્લામાં વ્યાકૂળ માનવ!!!!
મને ગમતું.. October 16, 2006
આજની ખાટી મીઠી.. October 16, 2006
વરસો પહેલા”અંગ્રેજી હટાવ”ના આન્દોલનકારોએ રેલ્વે સિગ્નલ માટે ગુજરાતી શબ્દ સૂચવેલ.જે આ હતો. ”અગ્નિરથ આગમન દર્શક હરિત તામ્ર લોહ પટ્ટિકા…!!!”
ગુજરાતી મિત્રો શું કહેવું છે?
રહસ્ય… October 16, 2006
આજે તો સવારના પહોરમાં અશોકભાઇને ગરમાગરમ ચા નો કપ મળ્યો.તે અચરજ માં ડૂબી ગયા.આ શું?અને “ડૉહા’મંથી “પપ્પા” કેમ કરતા થઇ ગયું?અચાનક આ રૂપાંતરનું રહસ્ય તે સમજી ન શકયા.
બાકી હવે તો પોતે આવી કોઇ અપેક્ષા યે છોડી દીધી હતી. અપમાન, અવહેલના સિવાય આ બે વરસોમાં શું મળ્યું હતું?વહુ તો ઠીક દીકરો યે પરાયો બની ગયો હતો.અને જયાં પોતાનો સિક્કો જ ખોટો નીકળ્યો..ત્યાં વહુને કયાં દોષ દેવો? પત્ની ના ગયા પછી સાવ નિમાણા બની ગયેલ અશોકભાઇ યમરાજના તેડાની રાહ જોઇને બેઠા હતા.પણ એમ માગ્યું મોત પણ થોડુ મળે છે?
પણ….આજે…અચાનક આ ફેરફાર!!!!! અને હજુ આગળ વિચારે તે પહેલાં દીકરો આવ્યો,”’પપ્પા, લો ,આ ગરમાગરમ નાસ્તો થોડો કરી લો.” અશોકભાઇએ ફિક્કુ હસતા કહ્યું,”બેટા, નાસ્તાની ટેવ તો આ બે વરસથી રહી છે જ કયાં?” ત્યાં પૂત્રવધૂ આવીને બોલી,”ના,પપ્પાજી,એમ ચાલે જ નહીં.આમારી કયારેક કંઇ ભૂલ થઇ ગઇ હોય તો….છોરૂ કછોરૂ થાય….માવતર કમાવતર ન થાય…અમારે હજી તમારી છાયાની ઘણી જરૂર છે હોં!!! અને અશોકભાઇ ને સમજ ન પડી.
બે દિવસ પછી…દીકરો એક ફોર્મમાં સહી કરાવવા આવ્યો.તેમની કંપનીએ બધાને આજીવન પેંશન આપવાનું નક્કી કર્યું હતું.જેના એક લાભાર્થી અશોક્ભાઇ પણ હતા.અને મહિને ખાસ્સી એવી રકમ મળવાની હતી.પણ તે અશોકભાઇ જીવે ત્યાં સુધી જ.એટલે હવે અશોકભાઇનું જીવવું વહુ દીકરા માટે અનિવાર્ય બની ગયુ હતું.!!!!આ “છાયા”ની જરૂર હતી!!!
અને “ડોહા”માંથી “પપ્પા”ના રૂપાંતરનું રહસ્ય અશોક્ભાઇને સમજાઇ ગયું. હવે અશોકભાઇ ધારે તો એકલા પણ રહી શકે તેમ હતા.અને ધારે તો કોઇ સારી સંસ્થામાં પૈસા ભરીને આરામથી રહી શકે તેમ હતા.કે પછી દીકરા વહુ સાથે રહેવું? દોસ્તો,અશોકભાઇએ શું કરવું જોઇએ? તમે શું માનો છો? આવા અશોકભાઇઓ ઘેર ઘેર જોવા મળશે જ….. તો હવે પ્રતીક્ષા આપ સૌ ના અભિપ્રાયની.
નીલમ દોશી.

મુકતપંચિકા… October 16, 2006
સ્વાતિ નક્ષત્રે
માનવ છીપે
ઝીલાયું જલબિંદુ
પરમ સ્પર્શે
જે બન્યું મોતી.
નીલમ દોશી.