ખુમારી
સાહેબોએ જમી લીધા પછી બધું ઉપાડી..સાફ કરવાની જવાબદારી પણ મનુ ની જ હતી.હતો તો પોતે ડ્રાઇવર,પણ અહીં તો સાહેબો જે કહે તે બધું કામ કરવું પડતું.પટાવાળો પણ તે જ .લાચારી કોને કહે?
આજે તો સાહેબની સાથે બીજા પણ સાત મહેમાન હતા.બધાની ડીશ ઉપાડતા ઉપાડતા અનાયાસે મનુથી હિસાબ મંડાઇ ગયો.બધાની ડીશમાં લગભગ મોટાભાગનું ખાવાનું…જાતજાતનું અને ભાતભાતનું…એમ જ પડયું હતું.બધા જાણે ચાખી ચાખી ને જ ઉઠી ગયા હતા.આટલા જમવામાં તો તે,તેની પત્ની,તેના મા-બાપ અને છોકરો બધા બે- ત્રણ દિવસ આરામથી જમી લે.પણ…પણ અત્યારે તો આ બધું ફેંકી દેવાનું હતું!!!.એક મિનિટ તો તેને વિચાર આવી ગયો.જેટલું સારું છે તે બધું પોતાના ડબ્બામાં ભરી લે તો?ઘરનાને મીઠાઇ ને આવું બધું ખાવાનું કયાંથી મળવાનું હતું?
પણ..પછી પોતે જ પોતા પર ગુસ્સે થઇ ગયો,”છટ્ સાહેબના એઠવાડ કરતાં પોતાનો સૂકો રોટલો જ સારો છે!!”
થોડો સંતોષ પામી તે ઝડપથી વાસણ ભેગા કરવા લાગી ગયો.ટેબલ સાફ કર્યું ત્યાં તો સાહેબની બૂમ આવી ને તે એ.સી.કારમાં ગોઠવાઇ ગયો. રાત્રે થાકીને લોથપોથ થઇ..સાહેબોને ઘેર પહોંચાડી.કાર ગેરેજમાં મૂકી,પોતાની તૂટીફૂટી સાઇકલ લઇ તે પોતાની ખોલીમાં આવ્યો.આખો દિવસ એ,સી. કારમાં જલતું રહેલું તેનું શરીર આ પંખા વિનાની ઓરડીના બફારામાં યે જાણે ઠંડક અનુભવી રહ્યું!અહીં તે માલિક હતો!! અને એક ખુમારીથી તે ઘસઘસાટ સૂઇ ગયો.!!
નીલમ દોશી.
સરસ બાળ નાટિકા છે.
બાપ-દીકરો મજામાં તો ખરા ને ?
ઉપરની કોમેંટ રદ કરવા વિ. છે.ભૂલથી અહીં લખાઇ ગઈ છે.
સેલ્ફ રીસ્પેક્ટ ની આનાથી વધારે સારી કોઇ વ્યાખ્યા ના હોઇ શકે.ખુબ જ સરસ.
પ્રિય નીલમબેન,
‘કુમાર’ના નવેમ્બર,2007ના અંકમાં આ લઘુકથા વાંચી. હૈયું હરખાઈ ઊઠ્યું. હાર્દિક અભિનંદન અને મબલખ શુભેચ્છાઓ…
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આંટી !
નીલમબહેન માટે તો આ હવે કાયમનું થયું ! એમને તો પ્રીન્ટ મીડીયા ફળ્યો જ છે. મને તો નાનકડી આ રચના જ ભાવી ગઈ. આપણા બ્લોગજગત પર પ્રકાશીત થતી રચનાઓની ખુમારી પણ આપણે ઉભી કરવાની રહે છે. ત્યારે જ આપણે ઘસઘસાટ ઉંઘી શકીશું.
આના જ અનુસંધાને બ્લોગજગતનાં પણ ઉંચી કક્ષાનાં સર્જનોને કોઈ ને કોઈ રીતે પ્રચારાય અને એની નોંધ લેવાતી રહે એવી કાયમી પીઠીકા રચાય એ પણ જરુરી બની ગયું છે. વ્યક્તીગત અને સર્વાંગી સર્જનોનું મુલ્યાંકન કરનારી એક શાખા બ્લોગજગત પર આરંભાશે નહીં અને એની ગુજરાતી સાહીત્યજગતમાં નોંધ લેવાશે નહીં તો પછી આટલા મોટા સર્જનફાલને અન્યાય થયો ગણાશે. ક્યારે જાગીશું આપણે ? જાગીશું તો ખરાંને ?!
સાચા અર્થમાં આ લઘુ કથા છે.
વ્યંગ છે,અર્થ છે અને વ્યથા છે.
અભિનંદન.
નાની પણ બહુ જ સરસ ભાવવાળી વાર્તા. નાના માણસની મોટી વાત.
એક નાનકડી વારતાએ ‘સેલ્ફ એસ્ટીમ’ અને ‘મારુતિ એસ્ટીમ’નો ફરક સમજાવી દીધો!
Recently I purchased Ms. Nilam Doshi ‘ s book ‘ DIKRI MARI DOST ‘….Exellent expression of affectionate relationship between mother and daughter . Worth reading and sharing feelings with your family-members and friends .