માણસને આયનાઘરમાં રહેવાનું ગમે?જયાં જુઓ ત્યાં એકનો એક ચહેરો પછી ભલેને તે પોતાનો જ હોય…તો પણ કંટાળો ન આવે?ધારો કે તમે એક પુસ્તક વાંચી રહ્યા છો,જયારે તમને એમ લાગે કે લેખકે એ જ વાત લખી છે જે તમે પોતે વિચારી હતી.ત્યારે તમે ખુશ થાવ છો કે વાહ! કેવો સરસ લેખક છે!હું એની સાથે 100% સંમત થાઉ છું.અને એને તમે તમારા મનપસંદ લેખકોની યાદીમા6 મૂકશો અને બધાને કહેશો કે આ જરૂર વાંચજો.બહું સારો લેખક છે….
એ વખતે તમને કદાચ નહીં સમજાય કે શા કારણે તમે તેના પર ઓવારી ગયા છો.પરંતુ હકીકત એ છે કે એ તમારા મત સાથે મળતો થાય છે માટે તમે એને સારો લેખક માનો છો.બીજી રીતે કહીએ તો એનું ઓઠું લઇને તમે તમારી પોતાની જ પ્રશંસા કરો છો.
કરો,એમાં યે ખાસ ખોટું નથી પણ એ શકયતાનો પણ સ્વીકાર કરો કે કશું ક જુદુ,તમે સ્વપ્નમાં પણ ન ધાર્યું હોય ,તમારી તમામ માન્યતાથી જુદુ..એવું પણ તમારા વાંચવામાં આવે તો એ પણ મૂલ્યવાન હોઇ શકે.પૂર્વગ્રહો છોડી દઇને,”નવી ગિલ્લી,નવો દાવ”એટલી સરળતાથીજે એને સમજવાનો,સ્વીકારવાનો પ્રયત્ન કરો તો તમારું માનસિક વિશ્વ કદાચ બદલાઇ જાયાને વધુ સમ્રુધ્ધ,વધુ જીવંત બને.અને માનો કે તમે એ નવી વાત સ્વીકારી ન શકો તો પણ એને પામવાનો જે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો.તે પણ તમારી ચેતનાને નવો ઓપ આપશે.અને હવે પછીનું તમારું વાંચન માત્ર વ્યસનની કક્ષાનું નહીં રહે.તમે આયનાઘરની બહાર નીકળી જશો.અને એ અનુભવ આનંદદાયક જ હશે.તમે માત્ર “વાહ” ન એબદલે “આહ”થી શરૂ કરી ને કહેશો કે,”આહ! આ તો મને સૂઝયું જ નહોતું.આણે તો મને એક નવી દિશા બતાવી,હું એનો ઋણી છું”
અથવા તમને એમ પણ થાય કે ભલે આ માણસ એક નવી વાત લઇ ને આવ્યો,પણ હું એની સાથે સંમત નથી કારણકે……..
હવે આ સાચા કારણો શોધવાની અને એને યોગ્ય શબ્દોમાં રજૂ કરવાની બૌધ્ધિક કસરત પણ કામ ની છે.જેને માટે જીવનમાં પુસ્તકોનું એક અનિવાર્ય અને મહત્વનું સ્થાન છે .અને જે સ્થળ ,,કાળ ના બંધનો ઉવેખીને જગતની શ્રેષ્ઠ,,,ઉર્મિશીલ અને મૌલિક વિચારશક્તિ ધરાવનાર વ્યક્તિઓ સાથે મૈત્રી બાંધવા ઉત્સુક છે.તેને માટે આ અનિવાર્ય પણ છે જ.
આપણે સૌ દર્પણના મોહમાંથી,આયનાઘરમાંથી છૂટીશું?
ધીરુબહેન પટેલ(ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ)
Very true. I would like to read now something that does not gel with me !!