વિજયોત્સવ…શુભકામના…

                સૌ મિત્રોને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.ખુશી અને આનંદથી જીવન છલકી અને મલકી રહે ..અને આપણે સૌ આવા જ પ્રેમભાવથી.. એક લાગણીથી મળતા રહીએ  અને ગમતાનો ગુલાલ કરતા રહીએ .એ શુભકામના સાથે. વડીલોને આદરપૂર્વક પૂરા દિલથી પ્રણામ.

   નવ દિવસ તો જાણે આંખ ઝપકતા પૂરા થઇ ગયા ને?અને હવે આવ્યો .માતાજીના વિસર્જન નો વારો .એ માટે નો ઉત્સાહ પણ ઓછો નથી હોતો.અને દસમો દિવસ એટલે વિજયાદશમી.ભગવાન રામે આ દિવસે રાવણ નો વધ કર્યો હતો.એના પ્રતીક રૂપે રાવણ દહન કાર્યક્રમ લગભગ દરેક જગ્યાએ ઉજવાય છે.રામાયણની ચોપાઇઓથી વાતાવરણ ગૂંજી રહે છે.બાળકો રામ,લક્ષ્મણ ,કે હનુમાન બની આનંદથી ફરે છે અને સાંજે ફટાકડા ભરેલ .રાવણ,કુંભકર્ણ અને મેઘનાદ ના પૂતળાને તીર મારે ને દહન થાય છે.અને ઉલ્લાસની અનોખી ઝાંખી થાય છે,રેંગીન આતિશબાજી અને ફટાકડાના અવાજ ને સૌ આનંદથી માણે છે.દીલ્હીમાં પણ રામલીલા મેદાનમાં રાવણ દહન નો ભવ્ય કાર્યક્રમ યોજાય છે.મહૈસૂરમાં તો આ દિવસે ત્યાંના પરંપરાગત રીતે મહારાજા હાથી પર સવારે કરી લોકોની સમક્ષ ઉપસ્થિત થાય છે અને તેના મહેલની રોશની જોવા તે દિવસે દૂરદૂરથી લોકો ઉમટે છે.દરેક જગ્યાએ અવનવા પ્રોગ્રામો યોજાય છે.

આ ઉપરાંત છત્રપતિ શિવાજીએ પણ આ જ દિવસે પ્રસ્થાન કરી હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું.આપણા ઇતિહાસમાં આવા અનેક દાખલા છે કે જ્યારે હિન્દુ રાજાઓ આ દિવસે વિજય પ્રસ્થાન કરતા હતા.

હકીકતે વર્ષાની ક્રુપાથી માનવ ધનધાન્યથી સમ્રુધ્ધ બન્યો હોય,મન આનંદિત હોય,ઉત્સાહ હોય.વરસાદ  પૂરો થઇ ગયેલ હોય,રસ્તા પરનો કાદવ સૂકાઇ ગયેલ હોય,આકાશ સ્વચ્છ હોય અને હવામાન અનુકૂળ હોય એવું વાતાવરણ યુધ્ધ માટે ઉપયુકત ગણાય.નવ નવ દિવસની જગદંબાની ઉપાસના કેરી મેળવેલ શક્તિ પણ શત્રુનો સંહાર કરવા પ્રેરતી હોય છે.

                             વિજયાદશમી કે દશેરા એ વીરતાનો.વિજય નો તહેવાર છે.શમી વ્રુક્ષ્નું પ્રતીક પૂજન આ દિવસે થાય છે.મીઠાઇ વહેંચાય છે.વિજયાદશમી એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.


    હકીકતે રાવણ દહન એ એક પ્રતીક છે.રાવણ એ અહંકારનું પ્રતીક છે.આ અહંકાર અને હુ
પદ જો ઓગાળી શકીએ તો..જીવન એક નવી ઉચ્ચ કક્ષાએ જઇ શકે.માનવ મનમાં રહેલ,, .સમાજમાં રહેલ.. આસુરી શક્તિઓને નાથવાનો સંકલ્પ થવો જોઇએ.અવગુણ ઉપર ગુણ નો વિજય,સત ઉપર અસત નો વિજય એ જ આ તહેવાર નો સંદેશ છે.અને એ સંદેશ નો મહિમા જાણી સાચા અર્થમાં એ તહેવાર ઉજવવો જોઇએ.બાહ્ય ઉજવણી ની સાથે સાથે એના મર્મ ને પામી શકીએ તો આ તહેવાર સાર્થક બની રહે ને ભારત સાચા અર્થમાં તેની સંસ્ક્રુતિ બદલ ગૌરવ અનુભવી શકે.સમયની સાથે તાલ મિલાવી પરંપરાગત ઉજવણી ની સાથે થોડા જાગ્રુત પણ બનીશું ને?

 

                                                                             -નીલમ દોશી.

                         

5 Comments

  1. 1

    દશેરા ની શુભકામનાઓ.
    સાચી વાત છે માનવી જો પોતાનો અહં ઓગાળી શકે તો જીવનની ઘણી તકલીફો નો નીવેડો આવી જાય.
    અસત્ય પર સત્યના વિજય પ્રસંગે ફાફડા જલેબી ખાધા ને ? :)

  2. 2

    અહીં ફાફડા જલેબી કેવા?ગુજરાતની એ મજાની તો આજે યાદો જ છે.આવતા વરસે ફાફડા જલેબી લઇને દુર્ગાપૂજા માણવા આવી જાવ,બનેનું કામ થાય.કેવો છે આઇડીયા?ડન?

  3. 3
    સુરેશ જાની Says:

    શું નીલમબેન ! અમે અમેરીકામાં ફાફડા જલેબી ખાઇ શકીએ છીએ અને તમે કલકતામાં અમને લઇને આવવાનું કહો છો? !! અમે તો આવીશું ત્યારે તમારે રોસોગુલ્લા, ચમચમ અને સમોસા ખવડાવવા પડશે.
    જોક બાજુએ મૂકીએ તો તમે બહુ જ સાચી વાત કહી. આપણા તહેવારો અને પૂજા પાછળ રહેલી ખરી વાત તો વિસરાઇ જ ગઇ છે અને ફાફડા જલેબીના આચાર જ રહી ગયા છે.
    અને આપણા ધર્મ ગુરુઓને પણ સામૈયાઓ કરવામાં અને પોતાની સમૃધ્ધિ વધારવામાં જ રસ છે.

  4. 4

    દાદા,તમે તો મારી દીકરી..પુજા જેવું કહ્યું.!!આ વખતે દશેરા પર પુરીમાં હતા અને ત્યાં ગાંઠિયા જલેબી ન મળ્યા! બાકી રસ્ગુલ્લા .સમોસા(શિંગોડા) ચમચમ કે સન્દેશ માટે મોસ્ટ વેલકમ.આવી જ જાવ.અમે આનંદ સાથે આપના સ્વાગત માટે તૈયાર જ છીએ.”અતિથિ દેવો ભવ”

  5. 5

    દાદા,તમે તો મારી દીકરી..પુજા જેવું કહ્યું.!!આ વખતે દશેરા પર પુરીમાં હતા અને ત્યાં ગાંઠિયા જલેબી ન મળ્યા! બાકી રસ્ગુલ્લા .સમોસા(શિંગોડા) ચમચમ કે સન્દેશ માટે મોસ્ટ વેલકમ.આવી જ જાવ.અમે આનંદ સાથે આપના સ્વાગત માટે તૈયાર જ છીએ.”અતિથિ દેવો ભવ”(અને હવે તો અતિથિ પણ કયાં રહ્યા?”દાદા”


RSS Feed for this entry

Leave a Comment