“ભૂગોળની કિતાબમાં ન એનું નામ છે,
આ મામૂલી ભલે રહ્યો,મારો મુકામ છે.”
આ મામૂલી મુકામ એટલે ……..પશ્વિમ બંગાલમાં મીદનાપુર જીલ્લામાં આવેલ નાનકડું છતાં સતત ધમધમતું એવું હલ્દીયા. એમાં ક્લ્સ્ટર 19 માં આવેલી ટાટા કેમીકલ્સની કોલોની અને તેમાંનું અમારું નાનકડું ઘર.
અને ગુજરાતની સરહદના છેક છેવાડાના ગામ મીઠાપુર ના..(.જે જામનગર જીલ્લામાં ,પવિત્ર યાત્રાધામ દ્વારિકાની સાવ પાસે આવેલું છે..). પશ્વિમ છેડાથી અહીં ..છેક પૂર્વ માં બીજે છેડે આવવાનું થયું તે દિવસની યાદ આજે એક વરસ પછી પણ એટલીજ જીવંત છે.જે યાદમાં આપ સૌને ભાગીદાર બનાવવા ગમશે. 10 નવેમ્બર 2004 નો એ દિવસ હતો..એ દિવસે અચાનક સાંજે ક્લબમાં પાર્ટી માં જવાનું આમંત્રણ આવ્યું ત્યારે તો કંઇ નવું ન લાગ્યું કેમકે મીઠાપુર માં સીનીયર એક્ઝીકયુટીવ માટે આવી પાર્ટીઓ તો બહું સામાન્ય હતી.એટલે રાબેતા મુજબ જ અમે ગયા હતા. ત્યાં પાર્ટીમાં અચાનક સ્ટેજ પરથી અમારા પ્રેસીડંટ અમારા.. એટલેકે..મારા પતિ(હરીશ દોશી)ના વખાણ કરવા લાગ્યા!!અને પછી તો એ સિલસિલો ચાલુ રહ્યો.વારાફરતી બધા આવી આવી ને માઇક પરથી અમારા વિષે બોલવા લાગ્યા….અમારા આશ્ર્વર્ય નો પાર ન રહ્યો.. કે અચાનક બધાને અમારા પર આટલો બધો પ્રેમ કેમ ઉભરાઇ આવ્યો??.અને..અને અંતે ખબર પડી કે ..આ તો અમારી ફેરવેલ પાર્ટી…વિદાય સમારંભ હતો!!!અમને આશ્ર્વર્ય આપવા માટે અગાઉથી જણાવ્યું નહોતું.
પશ્વિમ ના એક છેડેથી બીજે છેડે…હલ્દીયામાં અમારી બદલી થઇ હતી. હિન્દલીવર ટાટા કેમીકલ્સે લઇ લીધું હતું ત્યારથી શરૂ થયેલ અફવાઓનો આ અંત હતો.!!!
હું તો સ્તબ્ધ થઇ ગઇ હતી. હલ્દીયા…નામ તો શું નકશામાં પણ નહોતું જોયુ.આંખમાં આંસુ છલકાઇ ગયા.આટલા વરસો ગુજરાતમાં સ્વજ્નો સાથે રહ્યા બાદ દૂર જવાનું હતું.અને તે પણ એક છેડેથી..બીજે છેડે.અજાણી ભાષા,અજાણ્યા લોકો,અજાણ્યું વાતાવરણ..અજાણ્યો પ્રદેશ…ગમશે? ફાવશે? શું થશે? કેવું હશે? અસંખ્ય પ્રશ્નોની હારમાળા મનમાં ચાલતી હતી. નીલમ દોશી.મિત્રો,આપ સૌ આપની મનગમતી અને થનગનતી ક્ષણોમાં અમને ભાગીદાર નહીં બનાવો?ગમતાનો ગુલાલ નહીં કરો?જરૂર કરશો..એ આશા સાથે…
(”હલચલ”કોલકત્તાથી પ્રગટ થતા અઠવાડિક માં આવેલ મારા લેખમાંથી ટૂંકાવીને…)
DEAR NILAM,
REGARDS TO YOU,YOUR LOVE AND PARTNER OF THE LIFE AND YOUR FAMILY.
WE ARE AWAY FROM AHMEDABAD OVER THIRTY SEVEN YEARS.
I READ,WRITE AND SPEAK BUT YET TO LEARN TO TYPE IN GUJARATI WILL TAKE TIME.SURESH JANI WILL HELP.
I HAVE YET TO SEE DWARAKA AND HALDYA (FROM EAST TO WEST IN MY OWN MOTHER LAND)
TO DAY YOU TOOK ME VIA THIS PICTURE AND WRITING……
VERY GOOD TO LET US ENJOY THIS IN GUJARATI.
KEEP IT UP AND BEST OF LUCK.
MY WIFE GEETA’s OLDEST BROTHER,PADMASHREE DR. JAGDISH K. PATEL STARTED IN 1954 CLUB HOUSE BPA,THE LARGEST IN ASIA ,
PLEASE HELP OUR ORGENISATION.THE WEB-SITE IS http://www.bpaindia.org.
આ લેખ હકીકતે અહીથી પ્રગટ થતા
હલચલ”(જે ચિત્રલેખ જેવું જ અઠવાડિયે કલકતાથી ગુજરાતીમાં પ્રગટ થાય છે.તેમાં આવેલ અને તેમાંથી ટૂકાવીને મેં આમાં મૂકેલ છે.જે જાણ ખાતર.તેમાં વાર્તા.લેખો વિગેરે લખુ છું.
આપે આપેલ વેબસાઇટ વિષે માહિતિ આપશો તો આભારી થઇશ.અને રેની પ્રવૃતિ વિષે પણ .વિગત જણાવવા વિનંતિ.
હુ તો વિચારુ છુ..કે હુ ખાલી અહી આવી તો પણ આટ્લુ ફીલ થયુ તો આપ સૌ વતન છોડીને આટલા દૂર ગયા છો ત્યારે ગુજરાત મીસ કરતાજ હશો.આવતા વરસે મારે પણ ત્યાં આવવાનુ જ છે.ત્યારે…….?????
After starting blogging, you must have realized that you are not far from Gujarat, Gujaratis and our sweet Gujarati language……Whatever it may be one can feel that these gujarati blogs can give new birth to the people far from their motherland…..Best of luck and keep it up.
તમારી જીવન ની ક્ષણો નો લેખ વાંચ્યો ને, યોગાનુયોગ સ્થળાંતર ને લગતુ
રેડિયો પર ગીત વાગ્યુ ,
મુસાફીર હુ યારો , મુજે ચલતે જાના હે .
તમારી ગમતી વાતો નો ગુલાલ ગમ્યો !
આભાર .
“હલચલ” ના અંક ઘણી વખત વાચ્યાછે.
દેશ છોડીને પરદેશ વસવું વસમું લાગે છે.
છતાં સમય જતા તેમાં જીવતા આવડી જાય છે.
પછી એ આપણા દેશનું નાનું ગામ હોય યા
અમેરીકા જેવો દેશ.
‘જીવન જીવવું એ એક કળા છે.’