
કલકત્તાની દુર્ગાપૂજા મોકો મળે તેણે એકવાર જરૂર જોવી જોઇએ. ગુજરાતની નવરાત્રિ અહીં “પૂજા” તરીકે ઓળખાય છે.અહીં ગરબાની રમઝટને બદલે દરેક જગ્યાએ..થોડા થોડા અંતરે વિશાળ “પંડાલ” બનાવેલ હોય છે.આ પંડાલ એટલે સાદી ભાષામાં કહું તો આપણે જેને મંડપ કહીએ છીએ.તેવું જ કંઇક.અલગ અલગ થીમ લઇને લાખોના ખર્ચે બનાવેલ આ પંડાલની ભવ્યતા અને સુંદરતા …નજરે જોયા સિવાય પૂરી સમજી ન શકાય.(મેં પણ ગુજરાતમાં હતી ત્યારે આના વિષે ઘણું વાંચેલ અને સાંભળેલ.પણ અહીં આવ્યા બાદ જે જોયું તે ખરેખર વર્ણનાતીત હતું) બે –ચાર ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરું છું.
એક પંડાલ જયપુરના શીશમહેલ ની થીમ લઇ ને બનાવેલ.લાખો આભલાઓનો ઉપયોગ કરીને બનેલ આ પંડાલ જોઇ ને નક્કી કરવું અઘરું બની જાય કે આ સાચો મહેલ છે કે?કયાંક પાર્લામેંટ હાઉસ ઉભેલું દેખાય તો કયાંક પાણીમાં તરતા પંડાલ તમને આકર્ષતા હોય.”અંતરીક્ષ”ની થીમ લઇ ને બનાવેલ પંડાલમાં સ્પેસયાન અને અવકાશનું અદભૂત વાતાવરણ અનુભવવા મળે..કમળના આકાર ના પંડાલ હોય તો કોઇ ખાલી કાજુના બનેલ.કોઇ થર્મોકોલ ના.કોઇ ખાલી બ્રેડ કે રોટલીના બનેલ,કોઇ ખાલી પાંદડાના બનેલ,કેળના બનેલ,કે કોઇ પર્યાવરણ ને અનુલક્ષીને બનાવેલ હોય.કોઇમાં બંગાળનું ગામડું ખડું કરેલ હોય.કયાંક તાજમહાલ ઝગમગતો હોય,કલા,કલ્પના અને શ્રધ્ધાનો ત્રિવેણી સંગમ અહીં બંગાળમાં જોવા મળે.
મા દુર્ગાની પ્રતિમાની ભવ્યતા અને શણગારની તો વાત જ નિરાળી.કયાંક 18 મી સદીનું વાતાવરણ માણવા મળે તો કયાંક 21મી સદીનું.અને બંગાળની આ સમયની રોશનીની તો વાત અલગ.અહીં રોશની એટલે ઘણી બધી રંગબેરંગી લાઇટો ..સીરીઝો..ગોઠવી દેવી…એમ નહીં..આ રોશની પણ અલગ અલગ થીમ પર આધારિત હોય.કયાંક રોશનીમાં વિવેકાનંદ ઝગમગતા હોય,રામકૃષ્ણ પરમહંસ,હોય તો કયાંક દુલ્હનની ડોલી સજાવેલ હોય.અને બધા પંડાલોની સ્પર્ધા હોય.કયો પંડાલ નંબર લઇ જશે તેના અનુમાનો થી લોકલ છાપાઓ ઉભરાતા હોય.આખા કલકત્તામાં નાના –મોટા મળી ને 1800થી 2000 પંડાલ હોય છે.કલકતા તેના પૂરા દમામ,પૂરા વૈભવ સાથે છલકે છે..
આ દિવસોમાં.મેળા હોય,જાતજાતના સ્ટોલો આખી રાત હોય,આખી રાત ખરીદી ચાલતી હોય.ગીરદીનો પાર નહીં.ગાડી લઇ ને જાવ તો 4 થી 5 કિ,મિ, દૂર પાર્કીંગ મળે તો નશીબદાર કહેવાય.અમારી જેમ મોટાભાગના લોકો..જેને ચાલવું ન હોય તેઓ ગાડી ફરતી જ રાખે,મોબાઇલ કરીને ડ્રાઇવરને બોલાવી લેવાનો.ને એક પછી એક પંડાલ ફરતા જવાનું.કયો પંડાલ વધુ સારો છે તેની હીંટ મળતી રહે,લોકો એક્બીજાને પૂછતા રહે અને કહેતા રહે,”પેલો પંડાલ જોયો?મીસ ન કરતા હો.”
આ વખતે નેતાજી નગર એરિયામાં”મિલન મહાન” એ વિચારને અનુસરીને વિષયવસ્તુ તરીક ગુજરાતની પસન્દગી કરેલ છે.આમ આ વકહ્તે બંગાળમાં ગુજરાતની સંસ્કૃતિ ની ઝલક જોવા મળશે.તેથી ગુજરાતીઓ ઘણાં ખુશ છે.જેમાં કચ્છના “ભૂંગા” ખાસ જોવા મળશે.
તો બેગુનતલ્લા પૂજા સમિતિના આયોજકોએ આ વરસે 60 ફૂટ ઉંચી અમરનાથ ગુફા પંડાલ તરીકે બનાવી છે.(કાલથી જોવા મળશે..અહીં કાલથી દુર્ગાપૂજા શરૂ થાય છે.)પાંચ પર્વત શિખરવાળા આ પંડાલમાં 40 ફૂટની ઉંચાઇ પર મા દુર્ગા બિરાજશે.પંડાલની ડીઝાઇન કોલકતા આર્ટ કોલેજના રૂપમ મઝમૂદારે કરી છે.27 જુલાઇથી રોજ 70 થી વધારે કારીગરો સતત “અમરનાથ ગુફાના નિર્માણમાં લાગ્યા છે.આ પંડાલમાં તેર હજાર વાંસ,પાંચ હજારા મીટર જયુટ,છ કવીંટલ પ્લાસ્ટર ઓફ પેરીસ વપરાયુ છે.દર્શનાર્થીઓ 40 ફૂટ ઉંચે ચડીને મા દુર્ગાના દર્શન કરી શકશે.તેમાં બરફના શિવલિંગ પણ હશે.તે માટે 12 એસી.લગાડવામાં આવ્યા છે.આવા એકાદ –બે ઉદાહરણ પરથી આ તહેવાર ની ભવ્યતાનો થોડો ખ્યાલ આવશે .બાકી તો નજરે જોઇએ ત્યારે જ સાચો અનુભવ માણવા મળે.એક એકથી ચડે તેવી કલ્પના અને પ્રતિમાઓ અહીં જોવા મળે.સારી રીતે દર્શન કરવા હોય તો રાત્રે 3 થી 4 ની વાગ્યે જવું હિતાવહ છે રાત્રે 12 વાગે તો ચાલવું ખૂબ અઘરું બની જાય.વાતાવરણ ખુશી,આનંદ ,ઉત્સાહ ,શ્રધ્ધાથી છલકતું હોય.બંગાળીઓ અ ચારેય દિવસો નવા,,,કોરા વસ્ત્રો પહેરે અને દાગીના થી ઝગમગતા હોય.અને ઘેર ઘેર ગણપતિની જેમ અહીં ઘેર ઘેર પણ મા દુર્ગાની પ્રતિમાનું સ્થાપન હોય.આખી રાત ઘેર પણ પૂજા અર્ચના હોય જ.કુટુંબમાં જે મોટું ઘર ગણાતું હોય ત્યાં કુટુંબ દીઠ એક પ્રતિમાનુ સ્થાપન હોય. અને છેલ્લે દિવસે જાગરણ હોય. પ્રસાદ(જમણવાર) હોય.અને સમસ્ત કુટુંબ સાથે રહીને પૂજા અને પછી વિસર્જન કરે.
આમ અહીં આ તહેવારનું એક અલગ મહત્વ છે.બંગાળનો આ સૌથી મોટો તહેવાર જોવા,જાણવા અને માણવાનું ભાવભીનું આમંત્રણ આપ સૌને.પૂજા માણવી ગમી કે નહીં?થોડો પ્રયત્ન કર્યો છે,ઝાંખી કરાવવાનો.આશા સાથે કે આપને ગમશે. ગમતાનો ગુલાલ કરવો જ રહ્યો ને? નીલમ દોશી.
If possible. please give a few pics too !
I am surfing from a library , so typing in English.
અદ્દભૂત અને સુંદર માહિતી આપી તમોએ. વાંચી ને તો જોવાનુ મન થઇ જાય તેવુ છે.
દુર્ગા પૂજા ની ઝાંખી બદલ ખૂબ ખૂબ આભાર.
Very good information…..hope you will put some photograps…..Hope we meet and enjoy this festival together…..