માણસ ગમે તેટલો ઉપદેશ સાંભળે,ગમે તેટલા શાસ્ત્રો વાંચે,ગમે તે ધર્મ અનુસરે કે ગમે તેટલી સાધના કરે …તો યે એની મૂળભૂત ઝંખના બે મહાન શબ્દો દ્વારા વ્યકત થતી રહે છે.તે શબ્દો છે:..પ્રેમ અને આનંદ!!
ઇતિહાસની વિગતો ગૌણ છે,ભૂગોળની સરહદો તકલાદી છે.અને સંસ્કારિતાના માપદંડ દેશકાળના કહ્યામાં રહેનારા છે.પરંતુ માણસની ઝંખનાની સરિતા તો પ્રેમ અને આનંદના મહાસાગરને પામવા જ વહેતી રહે છે.બધું તત્વજ્ઞાન આ બે શબ્દોમાં સમાઇ જાય છે.અને બધા ધર્મ આ બે શબ્દ પાસે ફિક્કા લાગે છે.વિજ્ઞાન અને ટેકનોલોજી પણ આ બે શબ્દોની આણ ન હોય તો વાંઝિયા બની રહે છે.જ્યાં પ્રેમ અને આનંદ નો ઓચ્છવ હોય ત્યાં ગોકુળ હોવાનું.ગોકુળ એક આબોહવાનું નામ છે..જેમાં પ્રેમની ભીનાશ અને આનંદનો પવન છે.
પ્રેમ એ માણસની મૂળભૂત ઝંખના છે અને આનંદ એ માણસની મૂળભૂત આંકાક્ષા છે.અને આ બને વાતની પ્રતિષ્ઠા કરનારો ધર્મ જ માણસને તારનારો ને તૃપ્ત કરનાર બની શકે છે.ધર્મ એ પાણી ની પરબ જેવો છે..જે માણસને પરિતૃપ્ત કરે છે.કૃષ્ણ અન્ય અવતારો કરતા જુદા છે.જાણ્યે કે અજાણ્યે કે પછી કોઇ ઉમદા ગેરસમજણને કારણે તથાકથિત ધર્મો જાણે પ્રેમ અને આનંદના દુશ્મનો હોય તેવી ચાપ ઉભી થઇ છે.માણસની આ બે ઝંખનાઓનો અનાદર ધર્મને નામે થતો રહ્યો છે.તેનો અનાદર કે વિરોધ કરીને એના પર સદગુણોનો ,સદવૃતિઓનો,કે સદાચારનો મારો ચલાવી માણસને પજવવો એ દંભ ના દરવાજા ખુલ્લા મૂકી ને ધર્મનું પૂંછડુ પકડી રાખવા બરાબર છે.કૃષ્ણ દંભને આસુરી સંપતિઓની યાદીમાં પ્રથમ સ્થાને મૂકે છે.
ક્રમશ:
સરસ મંથન , સાચી વાત છે કે પ્રેમ એ માણસની મૂળભૂત ઝંખના છે અને આનંદ એ માણસની મૂળભૂત આંકાક્ષા છે. અને ગોકુળ ની સુંદર વ્યાખ્યા જણાવી.
આભાર.
khari vaat chhe….prem vina nu jivan j nakamu…manvi na jivan ma prem na hoy to kai j nathi..prem chhe to anand chhe…krishna bhagvane pan prem nu mahatav emni lilao dwara batavyu chhe…bhagvan pan bhaav na ,prem na bhukhya chhe…to pachhi emne j banavel manvi kem nahi??….