પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

મૂર્તિપૂજા..એક નજર… September 22, 2006

આજે સમાજમાં મૂર્તિપુજાના વિરોધમાં અને સમર્થનમાં ઘણી ચર્ચાઓ              ચાલે  છે.ત્યારે  અહીં આપણે મૂર્તિપુજા વિષે થોડું મનન કરીશું?

         સામાન્ય માણસને ભગવાન ની સુંદર મૂર્તિ જોઇ ને ઉષ્મા ,આનંદ અને આશ્વાસન મળેછે.

  • થાકેલ માણસને નવી ચેતના મળે છે.

            નિરાશ થયેલ માનવ ના જીવનમાં નવી આશા જાગે  છે..

  • સાધકને માનસિક અવલંબન મળે છે.
  • કર્મયોગીનો જીવન પથ પ્રકાશિત બની ઉઠે છે.
  • મહાપુરૂષોને એમાં પૂર્ણતાની અનુભૂતિ થાય છે.
  • સગુણોપાસના બહું મોટી શક્તિ છે.આજે ઘણાં  ભણેલ લોકો મૂર્તિપુજાનો સાચો અર્થ સમજયા વિના તેનાથી આઘા રહે છે.જ્યારે અભણ લોકો સમજયા વિના મૂર્તિપુજા કરીને પણ મૂર્તિની વિડંબના કરે છે.આમ આજે મૂર્તિપુજા ભણેલાઓની ઉપેક્ષા અને અભણની વિડંબના નું પાત્ર બની છે.
  • સ્વામી દયાનંદની વાર્તા આપણે નાનપણમાં વાંચેલ છે..કે એક ઉંદર શિવલિંગ પર ફરતો હતો તે જોઇને તેમની શ્રધ્ધા ડગી ગઇ..કે જે નાના ઉંદરને પણ હડસેલી ન શકે તે ભગવાન શાના?પણ..આપને જરા વિચારીએ કે એક આટલી નાની વાત થી જેની શ્રધ્ધા ડગી જાય તે કદી મહાપુરૂષ બની શકે ખરા?સ્વામી દયાનંદ નો વિરોધ મૂર્તિપુજા સામે નહીં પરંતુ તેમાં ઘૂસેલ વહેમ,અન્ધશ્રધ્ધા સામે હતો.વળી ખાલી ચર્ચા માટે જ વિચારવું હોય તો એમ પણ કેમ ન કહી શકાય કે જેને કોઇ માથે ન ચડાવે તેવા ક્ષુદ્ર ઉંદરને પણ ભગવાને માથે ચડાવ્યો!!
  • ખરી રીતે જોતા મૂર્તિપુજાએ બહું ઉચ્ચ તત્વ છે.ભાવપૂર્ણ અને તેજ્સ્વી જીવનવાળાના હાથમાં મૂર્તિ આવે તો તેનું જીવન પલટાઇ શકે અને તે જ મૂર્તિ મહમદ ગિઝની જેવાના હાથમાં આવે તો મૂર્તિનું સોનુ જોઇને તે ફટકો જ મારવાનો.
  • જો કે આખી જિંદગી ગાંડાની જેમ મૂર્તિ ને નવડાવી,ખવડાવી,સુવડાવી ને જીવન માં કંઇ પણ સારું કાર્ય  કરવાને બદલે અંધશ્રધ્ધાથી એમાં જ રચ્યા રહે તેવા લોકો તો દયાને જ પાત્ર છે.
  • તો વળી કોઇ કહે છે કે મૂર્તિનો આકાર કાલ્પનિક છે.ભગવાન ને જોવા કોણ ગયું હતું?ઋષિમુનીઓને જે સાક્ષાત્કાર થયો હતો..તેની તેમને સ્મૃતિ થઇ અને તે સ્મરણ મુજબ શિલ્પકારે મૂર્તિ બનાવી.આમ આ જે ચિત્ર બન્યું તેને કલ્પના કહો તો પણ શો ફરક પડે છે?
  • તો કોઇ વળી મૂર્તિપુજા એ એક પગથિયું (stepping stone)  છે ..મૂર્તિ જીવન વિકાસમાં આદિથી અંત સુધી આપણી સાથે રહે છે.જેમ માત્ર 20 ફૂટ સુધી જ પ્રકાશ આપનાર ટોર્ચ આપણને 20 માઇલ સુધી લઇ જાય છે.કેમકે જેમ જેમ આપણે આગળ વધતા જઇએ તેમ તેમ ટોર્ચ નો પ્રકાશ પણ આપણી સાથે સાથે આગળ વધતો જાય છે.બરાબર તેવું જ મૂર્તિપુજાનું છે.જીવનવિકાસ માં જેમ જેમ આગળ વધતા જઇએ તેમ મૂર્તિ આપણા માર્ગને નવા જ પ્રકાશ થી પ્રકાશિત કરતી જાય છે.
  • જીવનની શરૂઆતમાં શીખેલી બારાખડી જ માનવ ને મોટામોટા પુસ્તકો લખવાની કે વાંચવાની યોગ્યતા આપે છે ને?મોટા થયા પછી હવે મને બારાખડીની જરૂર નથી..એ વાત હાસ્યાપદ નથી?
  • સામાન્ય માનવનું મન સગુણ-સાકાર રૂપ વિના સ્થિર થવું આસાન નથી.મૂર્તિપુજાની જરૂરિયાત ચિત્તને એકાગ્ર કરવા માટે છે.માનસશાસ્ત્ર પ્રમાણે માનવનું મન કદી ખાલી રહેતું નથી.નિર્ગુણ,નિરાકાર માં જલ્દી એકાગ્ર બની શકતું નથી.
  • મૂર્તિપુજાનું  આ મહત્વ  ધ્યાન માં આવે તો ધૂપ,દીપ,પ્રાર્થના સ્તવન,દર્શન એ બધું  આપણા મન ને સ્થિર કરવાની તૈયારીની એક ભાગ રૂપ છે.ભગવાનને એની કોઇ જ જરૂર નથી જ.જરૂર આપણને છે.વારંવાર દર્શન કરવાથી ભગવાન ની મૂર્તિ માનસપટ પર જલ્દી સ્થિર થાય જેથી ધ્યાનમાં સુગમતા રહેપ્રાર્થના,ભજન,કીર્તન,વગેરે ઇશ્વરનો મહિમા સમજાવી આપણું તેના માટેનું આકર્ષણ વધારે છે.અને ગમતી વાત પર મન જલ્દી કેન્દ્રિત થાય એ સ્વાભાવિક નથી?વળી ધૂપ,દીપ અગરબત્તી,ફૂલ..એ બધા મન ને પ્રસન્ન કરનાર તત્વો છે.અને પ્રફુલ્લિત મન જલ્દી સ્થિર થાય છે.આમ આ બધી જરૂર આપણા મન ને સ્થિર કરવા માટે છે.નહીં કે ભગવાન ને એની જરૂર છે.આ બધી સામાન્ય માનવ ની જરૂરિયાત છે.મન ને સ્થિર કરવા માટેની.જો આપણે એના વિના પણ મનને સ્થિર કરી શકતા હોઇએ તો ભગવાનને એની કોઇ જરૂર નથી જ.પણ આપણે સામાન્ય વહેવાર માં પણ કોઇને ઘેર જઇએ ત્યારે ખાલી હાથે  જતા નથી.તો આવડા મોટા સર્જનહાર પાસે ખાલી  હાથે જવામાં આપણી શોભા શું?પણ હા,હાથ ખાલી હોય તો ચાલે પણ મન ખાલી ન જ હોવું જોઇએ,ભક્તિથી સભર મન લઇ ને ઇશ્વર ના દરબાર માં જઇ શકતા હોઇએ તો એનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે?ભગવાન તો ભા વના ના જ ભૂખ્યા છે ને?એને આપણે શું આપી શકવાના?
  • મૂર્તિમાં લાંબા સમય સુધી મન ને સ્થિર રાખવાની સાધના અને તે પછી એકાએક મૂર્તિનું ચાલ્યા જવું અને પૂર્ણતાની અનુભૂતિ થવી એ ઇશ્વરની  પરમ કૃપા.અને માનવની ઉચ્ચ અવસ્થા.
  • માનવ ને તારવાની શક્તિ નિર્જીવ મૂર્તિમાં નહીં પણ તેના પાછળ રહેલી ભાવના માં છે.પરમેશ્વર આ આકારમાં…આ મૂર્તિમાં રહેલ છે..આ ભાવનાની  જ કિંમત છે.અને તેથી જ આપણે ત્યાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે.અને તે ક્ષણથી તે પ્રતિમા મટી ,સામાન્ય મૂર્તિ મટી પરમેશ્વર બને છે.
  • લગ્ન વખતે કરાયેલ મંત્રોચ્ચારથી કોઇ કન્યાને પોતાની પત્ની તરીકે સ્વીકારનાર માનવ પ્રાણ-પ્રતિષ્ઠાના મંત્રોચ્ચાર પછી મૂર્તિ ને ભગવાન તરીકે કેમ સ્વીકારી ન શકે?બંને સ્વીકૃતિઓ માનસિક જ છે ને?મૂર્તિના આકાર ના આગ્રહ ને બદલે ભાવનું જ મહત્વ છે.
  • ન દેવો વિધ્યતે કાષ્ઠે,ન પાષાણે,ન મૃણ્મયે;
  • ભાવે હિ વિધ્યતે દેવો,તસ્માત્.ભાવો હિ કારણમ્
  • મૂર્તિપુજા વિષે મને જે લાગ્યું તે કહ્યું. આ ખાલી ગમતા વિચારો નો ગુલાલ છે  સુજ્ઞ વાચકો  માટે. બાકી ધર્મ એ બિલકુલ અંગત વસ્તુ છે. એની ચર્ચા ન હોય..અનુભવ જ હોય.માનવતા અને માનવ ધર્મથી વધી ને બીજો કોઇ ધર્મ દુનિયામાં ન જ હોઇ શકે.અને તો ધૂપ.દીપ ની પણ કયાં જરૂર રહે છે?જો અંતરનો દીપ પ્રજવલિત હોય તો……

  •                                    નીલમ દોશી.
 

4 Responses to “મૂર્તિપૂજા..એક નજર…”

  1. manvant Says:

    સારું એવું મનન થયું….દીદી !

  2. vijayshah Says:

    તમારુ ભાવ વિશ્વ તો ઘણુ જ વિશાળ છે.
    ચિંતન મનન અને લેખન ત્રણેમાં હજી આગળ વધો તેવી શુભચ્છાઑ

  3. nilam doshi Says:

    આપની શુભેચ્છા માટે આભાર.

  4. કસુંબલ રંગનો વૈભવ Says:

    saras tatvachinatan………….

Leave a Reply