માનવજીવનમાં ઉત્સવનું અનોખું મહત્વ છે.એકવિધતાથી કંટાળેલ જીવનમાં તે નવીનતા લાવે છે,ઉત્સાહનો ઓકિસજન પૂરે છે.રોજિંદા નીરસ જીવનમાં મુક્તિનો...આનંદનો એહસાસ કરાવે છે.અને જીવનની જડતાને થોડીવાર ખુલ્લું આકાશ મળે છે.ઘડીભર તેમાં ઉડ્ડયન કરીને માનવ મુક્તિ નો આનંદ માણે છે.જીવનના સંતાપો ભૂલીને માનવ ઉત્સવો ને પ્રેમથી આવકારે છે.અને રીચાર્જ થઇ ને ફરીથી પોતપોતાના કાર્યમાં જોડાઇ જાય છે.
નવરાત્રિ ના પડઘમ વાતાવરણમાં ગૂંજી રહ્યા છે.ભારતમાં..અને તેમાં યે ગુજરાતમાં..ગરબા અને દાડિયાની રમઝટથી આપણે બધા સુપરિચિત છીએ જ.અહીં કોલકત્તામાં આ તહેવાર જરા જુદી રીતે ઉજવાય છે.અહીં તેને દુર્ગાપૂજા તરીકે ઓળખવામાં આવે છે.અને આખાય બંગાળ ને જાણે એક નશો ચડે છે.અહીં આ તહેવાર સૌથી મોટો ઉત્સવ છે.એની થોડીક ઝાંખી કરાવવાનો અહીં પ્રયત્ન કરીશ.માણીશું બંગાળીની દુર્ગાપૂજા?ભારતીય સંસ્કૃતિ અહીં અલગ રીતે ઝળકે છે.
નીલમ દોશી.

આપની દુર્ગા પૂજા આવકાર્ય છે
Dear Nilam Doshi,
You have a good website.
I started reading….
Our culture and fastivity is all over the world.
Rakhi left us behind……
Now. Navaratri comming.
Worship Ma…..
The one gives us life and keepus alive.
Jai jai Ma.