“અરે,છોકરા કંઇ તારે નવી નવાઇના છે?છોકરા નિશાળે જાય ત્યાં સુધી મારે રાહ જોવાની?એટલી વાર મારે ઠાકોરજી ને શું ભૂખ્યા રાખવાના?ઠાકોરજીની સેવા શું મરજી પડે ત્યારે કરાય?’મીનાબેનેઠાકોરજીના પ્રસાદ અને શણગારમાં મોડું થતાં વહુ નો ઉધડો લીધો.વહુ નાના છોકરાને રોતા મૂકી પ્રસાદ બનાવવા લાગી.”
આ પ્રસાદ ઠાકોરજી ને પહોચે ખરો?
“ના,ના,ગિરા,પ્રસાદ ની કોઇ ઉતાવળ નથી.આ બધી તો ભાવના ની વાતુ છે.આ નાનકડો બાળ જ મારો સાક્ષાત કાનુડો છે.પહેલા આ જીવતા બાલગોપાલનું ..એને રડાવ્યા વિના બધું કામ શાંતિ થી પતાવ.મારો લાલો તો ભાવ નો ભૂખ્યો છે.બાળકમાં તો ભગવાન પોતે રહેલા છે.એને રડાવીને..હેરાન કરીને ધરાવેલ ભોગ મારો વાલો ન આરોગે.મારી સેવા પૂજા થોડી મોડી થશે તો કંઇ વાંધો નહી.કોઇનો જીવ દુભાવીને કરેલ સેવા મારા ઠાકોરજીને ન પહોચે.આ તો મારા પગ હાલતા નથી નહીતર તો હું જ જાતે ન કરી લઉં?’
આ મોડો થયેલ પ્રસાદ લાલા ને કદાચ પહોચે ખરો!
દોસ્તો,શું માનો છો? નીલમ દોશી.
excellent
લાલાને પ્રસાદ પહોંચ્યો જ નહીં , આરોગાઇ પણ ગયો. ખરો લાલો તો પેલો બાળક !!
પ્રગટ મળે તો પછી મુર્તિઓનું શું કામ?
If I dont see Ishwar in Child then…
I cant see it in Patthar Ni Murti
Very true
Touched the heart