શહેરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું.તેનો અહેવાલ કરવા જવા માટે ટીવી,ચેનલ ના એક રીપોર્ટરે તેના બોસ ને પૂછયું,તેના બોસે તેને સામો પ્રશ્ન પૂછયો
”કેટલાક મર્યા છે?”
”સર,અત્યાર સુધીમાં ત્રણ ના મોતની ખબર આવી છે”રીપોર્ટરે જવાબ આપ્યો.’ઓકે..ઓકે..’.બોસે કહ્યું,
’આપણી ચેનલમાં 10 નો મરવાનો આંકડો થાય તો જ એને કવર સ્ટોરી તરીકે લઇએ છીએ.આપણે બીજી ચેનલોની જેમ ઉતાવળમાં માનતા નથી…
એક કામ કરો…શહેરની નામાંકિત કલબમાં આજે સૌન્દર્ય સ્પર્ધાનું આયોજન કરેલ છે.બધી મોટી મોટી હસ્તીઓ આવવાની છે.તો પહેલાં તેનો “આંખે દેખ્યો અહેવાલ”લેવાનું રાખો..તે દરમ્યાન જો કોમી રમખાણ માં વધારે મરવાના સમાચાર આવશે તો હું તમને કહીશ અથવા બીજા કોઇને મોકલી આપીશ.”
રીપોર્ટર મૌન બની સૌંદર્ય સ્પર્ધાની કવર સ્ટૉરી લેવા નીકળી ગયો..હજુ બીજા સાત મરે એની તેને રાહ જોવાની હતી!!!!
નીલમ દોશી.

