Posted by: nilam doshi | September 13, 2006

સોનુ…(બાલવાર્તા)

સોનુ એક ડાહ્યો,ને સરસ છોકરો હતો.આમ તો તે બધી રીતે હોંશિયાર અને બધા ને વહાલો લાગે તેવો હતો.તેના ભાઇબંધ નો યે પાર નહીં.વાતો કરવી તો તેને બહું જ ગમે.ને વાતો  નો તો તેની પાસે ખજાનો.તે તો વા સાથે યે વાતો કરે ને વાદળા સાથે યે કરે.દરિયે જાય ત્યારે દરિયો તો જાણે તેનો પાકો ભાઇબંધ.  

                   પણ સોનુભાઇ ને સ્કૂલે  જવાનો ખૂબ કંટાળો…તેને થાય કે સ્કૂલ  ની શોધ જ ન થઇ હોત તો?તો કેવું સારું.આખો દિવસ રમવાની કેવી મજા પડી જાય! આ તો રોજ સ્કૂલે જવાનું,લેશન કરવાનું,બધું પાકુ કરવાનું…ને ન કરીએ તો..તો મમ્મી-પપ્પા કેવા ગુસ્સે થાય!! આ બધા નું મૂળ સ્કૂલ  જ છે….

આવું આવું સોનુભાઇ તો વિચાર્યા કરે.પણ એમાં કંઇ સોનુભાઇ નું થોડું ચાલે?સ્કૂલે  તો જવું જ પડે ને?      

                 એમાં સોનુભાઇને એક વાદળા સાથે દોસ્તી થઇ ગઇ.તેણે વાદળા ને કહ્યું..મને એક્વાર તારી સાથે ચાંદામામા પાસે લઇ જા ને! આકાશમાં ઉડવા ની કેવી મજા આવે! વાદળ નું નામ બાદલ હતું.તેને થયું સોનુ મારો ભાઇબંધ છે,,,તે બિચારો ઉડી નથી સકતો.તો લાવ,એને લઇ જાઉ.   

                    તેણે સોનુ ને કહ્યું,ચાલ આવી જા મારી સાથે.બેસી જા મારી પીઠ ઉપર.

સોનુભાઇ ને તો જલસા પડી ગયા.બાદલ કહે બીક નથી લાગતી ને?સોનુ કહે,ના,રે, મને તો કોઇ ની બીક ન લાગે. “

બંને વાતો કરતા કરતાં મોજ થી ઉડવા લાગ્યા.સોનુ ને તો બાદલ ઉપર બેસવાની એવી મજા આવી ગઇ.રસ્તા માં તો બાદલે ઉપર થી નીચે જોવાનું સોનુ ને કહ્યું,સોનુ તો જોઇ જ રહ્યો…આટલા નાનકડા માણસો…!!!નાના ઝાડો,મોટરો,સાઇકલો,બધું સાવ નાનું દેખાય.તેણે બાદલ ને પૂછયુ,અરે,આ બધું નાનું કેમ થઇ ગયું?હું યે નાનો તો નથી થઇ ગયો ને?    

                બાદલે હસતા હસતા સમજાવ્યું, એ તો તું  આટલે ઉંચેથી જુએ છે  ને ?એટલે એવું દેખાય છે.બહું દૂરથી જોઇએ ને એટ્લે એવું લાગે સોનુ કહે તો વાંધો નહીં,મને તો થયું કે મારા મમ્મી,પપ્પા કયાંક નાના તો નથી થઇ ગયાને?આમ વાતો કરતા કરતા ,હસતા હસતાં બંને ચાંદામામા પાસે પહોંચી ગયા.

બાદલ કહે,જો આ આવી ગયા તારા ચાંદામામા    ”

       ” પણ આવા કેમ?નીચે થી તો કેવા સરસ દેખાય છે.!”

” એ તો તું મોટો થાઇશ ને  ત્યારે બધું સમજાઇ જશે..અત્યારે તો તું રમ.અહી.આ ચાંદામામા ની ધરતી છે.”

સોનુ તો માંડયો દોડવા.એને તો મજા આવી ગઇ.ઓહ! અહીં તો ઝડપથી કેવું દોડાય છે?એ તો ચાલે તો યે દોડતો હોય એવું લાગે.તે અને બાદલ રમવા લાગ્યા.થોડી વાર તો મજા કરી બંને એ.    

      બાદલે પૂછયું,અહીં જ રહેવું છે કે નીચે જાવું છે?સોનુ તો વિચાર માં પડી ગયો.અહીં મજા તો આવતી હતી.પણ અહીં તો તે એકલો  જ હતો.તેના દોસ્તારો…મોનુ,મીનુ,ચિંતુ,એ બધા વિના મજા થોડી આવે?ને..ને મમ્મી ,પપ્પા…..ના,ના.એના વિના જરાયે ન ગમે.પોતાની નાનાકડી વહાલી બેન….એના વિના તો……       

       તેણે બાદલ ને કહ્યું..ના,ના,મારે તો હવે નીચે જાવું છે.બાદલ કહે,,,નીચે  ધરતી ઉપર?ત્યાં તો પાછું સ્કૂલે જાવું પડશે …લેશન કરવું પડશે…બધા ખીજાશે…એના કરતા અહીં જ રહી જા.સોનુ કહે ના,ના,ભલે સ્કૂલે જાવું પડે,,સ્કૂલ માં જાઉ છું ત્યાં જ બધા દોસ્તો મળે છે ,મસ્તી થાય છે ને વાતો કરીએ છીએ.ને મમ્મી.. પપ્પા વિના તો મને જરાયે ન ગમે હોં!!

સોનુ ને જાણે સ્કૂલ ની અગત્યતા સમજાઇ ગઇ હતી.ઘરથી દૂર ગયા બાદ તેને થયું  કે ઘર જેવી મજા બીજે કયાંય નથી.   

           બાદલે તેને ઘણું સમજાવવાની મહેનતે કરી કે અહીં તો આખો દિવસ બસ ફરવાનું જ..કંઇ કામ નહીં..પણ સોનુ ને તો હવે ઘર યાદ આવ્યું હતું,તેના ભાઇબંધો,તેની નાની બહેન ,મમ્મી,પપ્પા બધા યાદ આવ્યા હતા.તે તો રડવા માંડયો ના, મારે ઘેર જવું છે,,,,ઘેર જવુ છે…..      

          તેનો રડવાનો અવાજ સાંભળી ને તેના મમ્મી,પપ્પા દોડી આવ્યા,શું થયું બેટા.?          

        સોનુ ની આંખ ખૂલી ગઇ,તેણે આંખો ચોળી…બધાની સામે જોયું…ને તે અચાનક હસી પડયો.

ઓહ!  આ તો તે સ્વપ્નુ જોતો હતો!!!!

ને સોનુ ના સ્વપ્ના ની વાતો સાંભળી બધા હસી પડયા પણ  હવે સોનુ  ને સ્કૂલે  જવાની મજા આવવા માંડી.
 

                           નીલમ દોશી.

Responses

બાળકો માટે સરસ પ્રેરક વાર્તા. તમારે ‘કલરવ’ની ટીમમાં જોડાઇ જવું જોઇએ! બાળકોને લગતું બધું એક જ જગાએ મળે તો વધરે સારું .

Leave a response

Your response:

Categories