પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ચાલો માણીએ વાર્તા…(5) September 12, 2006

Filed under: ચાલો માણીએ વાર્તા — nilam doshi @ 8:11 am

એ ચોથા મહિનાની સવાર હતી.જેસન હેમિલ્ટનની ઓફિસે પહોંચ્યો.અને તેને તેના કાકા ની નવી કેસેટમાં સાંભળવા મળ્યું,જેસન,તારે આવતી કાલે તારે હેમિલ્ટન સાથે એક જગ્યાએ જવાનું છે.અને ત્યાં એક મહિનો કામ કરવાનું છે.

બીજે દિવસે જેસન હેમિલ્ટન સાથે એક ધૂળિયા રસ્તાવાળા ગામ માં પહોંચ્યા.ત્યાં એક મકાન પર લખેલ હતુંરેડ સ્ટીવંસ લાઇબ્રેરીત્યાં એક યુવતીએ તેમનું સ્વાગત કર્યું.જેસને કહ્યું કે અહીં તો સ્કૂલ કે કોલેજ કંઇ નથી.અહીં મને શું શીખવાનું મળશે?અહીં પુસ્તકની અભેરાઇઓ પણ ખાલી છે.પેલી યુવતીએ જવાબ આપ્યો,તમારા મહાન કાકાની સૂચના હતી કે,પુસ્તકો અભેરાઇ પર વ્યવસ્થિત રીતે ગોઠવાઇ રહેવા માટે નથી હોતા.આ ગામમાં અને માઇલો સુધીના આસપાસના ગામોમાં આ લાઇબ્રેરીના પુસ્તકો વંચાઇ રહ્યા છે.

જેસન એક મહિના સુધી તે લાઇબ્રેરીમાં તે યુવતીની મદદમાં રહ્યો.મહિનો પૂરો થયો અને જેસન હેમિલ્ટનની ઓફિસમાં આવ્યો અને પોતાનો અહેવાલ આપ્યો. મેં દરેક પુસ્તક જોયું.અને હું જાણી શકયો કે અહીં સારા અને સરળ ગ્રામજનો છે.જે સૂર્યોદય પહેલાં પહાડો પર માઇલો ચાલીને જૂના અને ફાટેલા પુસ્તકો પણ વાંચવા લઇ જાય છે.મને મહિના પહેલાં ખબર નહોતી એ હવે હું જાણી શકયો છું કે,સાચું શિક્ષણ,સાચું જ્ઞાન મેળવવાની પ્રબળ ઇચ્છા અને તે માટેની ભૂખ હોવી તે જ જ્ઞાન પ્રાપ્ત કરવાની ,કંઇક .શીખવાની ચાવી છે.અને પુસ્તકો  એ માટેનું પ્રબળ માધ્યમ છે.”હેમિલ્ટને તેને પાસ થવા માટે અભિનંદન આપ્યા. 
 
 હવે ફક્ત 8 હપ્તા રહ્યા છે. છેલ્લો હપ્તો પૂરો થશે અને જેસન ને તેની ભેટ મળી જશે. (જો તે હેમિલ્ટનની કસોટીમાં પાસ થશે તો જ. )છેલ્લા હપ્તામાં પુસ્તક અને તેના લેખક નું નામ આપીશ.પણ  તે પહેલાં આપ ને નામ શોધી કાઢવાની શુભેચ્છા..

                                            ક્રમશ:

 

Leave a Reply