પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

વાર્તા માણો છો કે? September 10, 2006

Filed under: ચાલો માણીએ વાર્તા — nilam doshi @ 10:57 am

મિત્રો,

વાર્તા માણો છો કે નહીં?આપ સૌ જણાવશો તો જ આગળ લખવી કે નહીં એ મને ખબર પડે.કેમકે આ તો ગમતાનો ગુલાલ છે…ખાસ આપ સૌ માણી શકો માટે.બની શકે આપની ને મારી પસંદગી અલગ હોય…પણ એ તો જણાવો  તો જ ખબર પડે ને?એટલે હવે આ વાર્તા આગળ ચાલુ રાખવી કે કેમ એ તો આપ સૌ ના પ્રતિભાવ પછી જ નક્કી થઇ શકે ને?તો..હા,કે ના?ચાલુ કે બંધ?એ આપ સૌ પર.
આભાર.

 

પ્રાર્થના….. September 10, 2006

Filed under: નીલમ ની નજરે — nilam doshi @ 8:32 am

પ્રુથ્વી કેરા ગર્ભમાંથી પ્રગટતી,  
         
પ્રકાશ ભણી જતી,
          
      
ઝંખના…..એ પ્રાર્થના.

 

 

            હું વ્રત,એકટાણા,ઉપવાસ કરું  
                  અને મારા મનમાંથી ગુસ્સો,ઇર્ષ્યા,ડંખ નિર્મૂળ ન થાય,
                  તો મારું તપ મિથ્યા છે.


  

હું મંદિરે જાઉં,ફૂલ ચડાવું,માળા ગણુ
      
 અને મારા કર્મમાંથી સ્વાર્થ,લોભ,મોહ નિર્મૂળ ન થાય,  
         
તો મારી એ પૂજા મિથ્યા છે.

 

હું મંદિરે   હું             હું  જપ કરું.સત્સંગ કરું,ધ્યાન કરું  
 અને માર
                       અને મારા  ચિત્તમાંથી અહંકાર,અભિમાન,મોટાઇનો ભાવ,
   
  નિર્મૂળ ન                       નિર્મૂળ ન થાય,તો મારી એ ઉપાસના મિથ્યા છે.

 

          હું એકાંતમાં જાઉં,વૈરાગ્ય ગ્રહું,મૌન પાળું  
              
અને મારી ઇચ્છાઓ-વૃતિઓનું શમન ન થાય,
 
              
મારો દેહભાવ ઢીલો ન પડે,
 
             
તો મારી એ સાધના મિથ્યા છે.

 

         હે પરમાત્મા,હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં  
               અને મારા જીવન માં પ્રેમ,કરૂણા,મૈત્રી,આનંદ પ્રગટ ન થાય,
  
               તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.
   

                                 -પરમ સમીપે માંથી સાભાર.