પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

માણીએ વાર્તા(3) September 6, 2006

Filed under: ચાલો માણીએ વાર્તા — nilam doshi @ 3:05 pm

ફરીથી બીજા મહિનાની પહેલી તારીખે જેસન હેમિલ્ટનની ઓફિસે ગયો.ત્યારે તેમણે તેને તેના કાકાની નવી કેસેટ સંભળાવી.જેમાં હતું કે આ મહિને હેમિલ્ટન તેને 1500 ડોલર આપશે .અને તે રકમ તેણે એવી પાંચ વ્યકિત માટે વાપરવી કે તે રકમ તેમના જીવનમાં ખરેખર ઉપયોગી થાય.

હેમિલ્ટને તેને 1500 ડોલર આપ્યા.અને એક મહિના પછી અહેવાલ આપવા જણાવ્યું.જેસન પહેલાં તો વિચારમાં પડી ગયો કે આવી વ્યકિત ઓ શોધવી કેમ?તે તો પૈસા કઇ રીતે કમાવા કે કઇ રીતે તેનો સાચો ઉપયોગ કરવો તે જાણતો નહોતો.છતાં તેણે પ્રામાણિક પ્રયત્ન કરવાનું નક્કી કર્યું.

એક મહિનો પૂરો થતાં જેસન અહેવાલ આપવા હેમિલ્ટનની ઓફિસે ગયો.તેણે કહ્યું કે મને ખબર નથી કે યોગ્ય માણસને રકમ અપાઇ છે કે  કેમ?પણ આ રહ્યો અહેવાલ.

1) એક સાંજે હું પાર્કિંગ પ્લોટમાં ગયો તો ત્યાં સ્કાઉટના ગરીબ છોકરાઓ ગાડીઓ ધોઇને ફંડ ઉઘરાવતા હતા,પણ તેઓ નિરાશ હતાકે સમય પૂરો થયો.હવે કાલે ટ્રીપ પર બે વિધાર્થીઓ ઓછા લઇ જવાશે.તેમની મુશ્કેલી દૂર કરવા તેમને 200 ડોલરની જરૂર હતી.તો 200 ડોલર મેં તેમને આપ્યા અને કહ્યું કે સારૂ કામ કરજો.

2)એક દિવસ ભંગાર જેવી જૂની ગાડી પાસેથી પસાર થતાં જોયું તો એક ભાઇએ એક સ્ત્રી ની ગાડી લઇ લીધી હતી.પેલી સ્ત્રી ખૂબ રડતી હતી.તેણે મને કહ્યું કે મારી દીકરી બીમાર છે હું જો ગાડી ગુમાવીશ તો મારી નોકરી પર નહીં જઇ શકું.ને તો મારી દીકરી ની દવા.ખવડાવવું બધું જ અટકી જશે.આ ભાઇને હપ્તાની મુદત વધારી આપવા કહું છું.પણ તે વધારી નથી આપતા અને મારી ગાડી લઇ લે છે.તો મેં તેને 400 ડોલર આપી પેલી સ્ત્રીને ગાડી અપાવી અને કામ પર જવા કહ્યું.આમ કહી જેસને 400 ડોલરની પહોંચ હેમિલ્ટનને આપી

.3)એક દિવસ એક સ્ટોરમાં પતિ-પત્ની અને બે બાળકો હતાં.સાંતાકલોઝ નાતાલમાં આપે તેવા રમકડાં બાળકો માગ્યા કરતા હતા.મા-બાપે કહ્યું કે આ વર્ષે સાંતાકલોઝ આપણે ઘેર નહીં આવે કેમકે તમારા પિતાએ નોકરી ગુમાવી છે.મેં એ મા ને એક બાજુ બોલાવી ને 300 ડોલર આપ્યા અને કહ્યું કે ,બાળકોને કહેજો કે સાંતાકલોઝ તમારે ઘેર જરૂર આવશે

4)સ્ટોરમાંથી હું પાછો ફરતો હતો ત્યાં એક બહેન બેંચ પર બેઠા બેઠા રડતા હતાં તેમણે મને કહ્યું કે,57 વરસની પરિણિત જિંદગીમાં પહેલી વાર હું મારા પતિની જિંદગી બચાવી શકું તેમ નથી.મારા પતિને હ્રદય્રરોગ છે અને તેને દર મહિને 60 ડોલરની ગોળીઓ લેવી પડે છે.પણ મારી પાસે ગોળી લેવાના પૈસા નથી.મેં તેને ત્રણ મહિનાની ગોળી 180 ડોલરમાં અપાવી અને 20 ડૉલર જમવાના આપ્યા.

5)એક દિવસ મેં રસ્તામાં તૂટેલી ગાડી જોઇ.મારી જ ઉમરનો બ્રાયન નામનો માણ સ નિરાશ બની ને ત્યાં ઉભો હતો.મેં સેલફોનથી ટ્રક મગાવી અને ગાડી ગેરેજમાં લઇ ગયા તો ગેરેજવાળાએ કહ્યું કે આનું તો એંજીન જ તૂટી ગયું છે,તે બદલાવવું પડશેબ્રાયન તો હતાશ થઇ ગયો,કે મારે નોકરી પર,શાળાએ જવા-આવવા ગાડી વિના ચાલે તેમ નથી અને મારી પાસે પૈસા નથીમેં તેને 700 ડોલર આપ્યા અને તેણે નવું એંજીન લીધુંહેમિલ્ટને કહ્યું કે તને તો 1500 ડોલર આપ્યા હતા અને તેં તો 1800 ખર્ચ્યા!!જેસને કહ્યું કે લોકોની જરૂરિયાત જોઇને મેં મારા પોતાના 300 ડોલર વાપર્યા.કંઇ ખોટું થયું છે મારાથી?

હેમિલ્ટને હસીને કહ્યું કે ના

મિત્રો,વાર્તાના ત્રણ હપ્તા અહીં પૂરા થાય છે અને મને ઇંતજાર છે આપના  પ્રતિભાવનો.!!!વાર્તાનું નામ મળ્યું કે?ન મળે તો કંઇ નહીં..પણ વાર્તા ગમે છે  કે નહીં તે તો કહેશોને?આશા છે કે આપને રસ પડયો હશે.