પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

માણીએ વાર્તા..(2) September 4, 2006

Filed under: ચાલો માણીએ વાર્તા — nilam doshi @ 7:51 am

 બીજે દિવસે ગુસ્સે થતો જેસન હેમિલ્ટનની ઓફિસે ગયો.તેના કાકાએ તેને લાચાર બનાવ્યો હતો  જવા માટે.હેમિલ્ટને તેને આવકાર આપ્યો ને પછી એક વિડિયો કેસેટ કાઢી,સ્ક્રીન પર બતાવવાનું શરૂ કર્યું.સ્ક્રીન પર જેસન ના કાકા દેખાયા ને તેમણે કહ્યું કે,જેસન મેં બધાને આપ્યું છે.તને પણ આપવા માગુ છું. પણ મેં તારામાં એક તણખો,એક ચિનગારી જોઇ છે..જેને હું જયોતિમાં રૂપાંતર કરવા ઇચ્છું છું.અને તેથી તારે જો મારી મિલ્કત જોઇતી હશે તો તારે આખું વર્ષ દર મહિનાની પહેલી તારીખે હેમિલ્ટનને મળવું.તે તને જે કહે એ પ્રમાણે તારે આખો મહિનો કરવાનું.જો તારા વર્તન થી હેમિલ્ટનને સંતોષ થાશે તો જ આ પ્રક્રિયા ચાલુ રહેશે અને એ એક વરસ બાદ તને અમૂલ્ય ભેટ મળી શકશે.પણ જો એને સંતોષ નહીં થાય તો મેં એને સંપૂર્ણ સત્તા આપી છે કે એ તને રવાના કરી દે.    
           
જેસન ને લાગ્યું કે તના કાકા પાગલ હતા.પણ જેસન પાસે બીજો ઉપાય પણ કયાં હતો?બધી સત્તા તો આ વકીલ પાસે હતી.અને પોતે કાકાની કરોડોની મિલ્કત ગુમાવવા તૈયાર નહોતો જ.તેને થયું કે એક વરસ સુધી આ વકીલ જેમ નચાવે તેમ નાચી લેવું.પછી તો  બધું મારું જ છે ને?

હેમિલ્ટને તેને બીજે દિવસે આવવા જણાવ્યું.

બીજે દિવસે જેસન હેમિલ્ટનની ઓફિસમાં આવ્યો.હેમિલ્ટને તેને કહ્યું કે તારે કાલે તારા કાકા ના મિત્ર કાલ્ડવેલ ગસ ને મળવાનું છે અને તે કહે તે રીતે તેની સાથે ચાર અઠવાડિયા કામ કરવાનું છે.

બીજે દિવસે જેસનને હેમિલ્ટન ગસ પાસે મૂકી આવ્યો.ન.ગસે જેસન ને બીજે દિવસે વહેલી સવારે ઉઠાડીને  તેને કામદાર જેવા કપડા આપ્યા અને તેને રેંચમાં લઇ ગયા અને કહ્યું કે તારે આવા ખાડા ખોદતા ખોદતા સીધી વાડ બનાવવાની છે.જેસન પાસે કોઇ પર્યાય નહોતો.તેના કાકા પર ગુસ્સે થતાં થતાં તેણે કામ કરવાનું શરૂ કર્યું.અને હવે તો ગસ ને પણ સંતોષ થાય તેમ કરવાનું હતું!!    
        
ચાર અઠવાડિયા પછી હેમિલ્ટન ત્યાં જોવા આવ્યો.જેસન સખત મહેનત થી ઘણો  દૂબળો પડી ગયો હતો.પણ તેણે સરસ વાડ બનાવી હતી.તેણે ઉત્સાહથી હેમિલ્ટનને પોતે બનાવેલ વાડ બતાવી.
જુઓ,કેવી સીધી,સરસ વાડ  તૈયાર થઇ છે.તેના અવાજ માં ઉત્સાહ  અને શ્રમનું ગૌરવ છલકાતા હતા.હેમિલ્ટને તેને અભિનંદન આપ્યા.અને સંતોષ વ્યકત કર્યો.
 
           
બીજે દિવસે તેને કાકાની બીજી કેસેટ સાંભળવા મળી.

 

                                                  -ક્રમશ:

 

Leave a Reply