“ ચાલો માણીએ વાર્તા”
આજે અહીં એક વાર્તા શરૂ કરું છું.આશા સાથે કે આપ સૌને ગમશે.બની શકે આપે એ વાંચી પણ હોય.કેમકે ખૂબ જાણીતી અને ખૂબ સરસ છે.જે મને સ્પર્શી ગઇ હોવાથી ગમતાનો ગુલાલ કરવાની ઇચ્છાથી અહીં રોજ થોડી થોડી મૂકીશ.વાર્તાનું નામ છેલ્લે કહીશ.જેમને પણ નામ ખબર પડી જાય એ વચ્ચેથી કહી શકે છે. મૂળ વાર્તા તો ઘણી જ લાંબી છે અહીં ફક્ત તેનો રસાસ્વાદ જ કરાવીશ જેથી બની શકે આપને એ મૂળ વાર્તા વાંચવાનું મન થાય.. (પાત્રના નામ ઓરીજીનલ જ રાખ્યા છે.જે આપ સૌ માટે વાર્તાનું નામ શોધવાની હીંટ બની રહેશે)
તો ચાલો માણીએ વાર્તા? રેડ સ્ટીવંસન નામના કરોડોપતિની આ વાત છે.પોતે જીવનમાં આપબળે મહેનત મજૂરી કરીને આગળ વધ્યા હતા.તેથી સ્વાભાવિક રીતે જ પૈસાની સાથે સથી જીવનના મૂલ્યોની પણ કદર હતી.75મે વર્ષે તે મરણ પામ્યા.મરતા પહેલાં તે પોતાના પરમ મિત્ર હેમિલ્ટન …કે જે પ્રખ્યાત વકીલ હતા તેમને પોતાનું વીલ સુપ્રત કરતા ગયા હતા.અને તે વીલ ના પાલન ની સંપૂર્ણ સત્તા પણ તેમને જ આપી હતી.
તેમના મરણ ના 15 દિવસ બાદ હેમિલ્ટને મિત્રના બધા સગા વહાલાઓને બોલાવ્યા.અને તેમની સમક્ષ વીલ વાંચ્યું. એ વીલ મુજબ તેમના બધા પુત્રો,પુત્રીઓને અને બધા જ સગાઓને લાખો ડોલર ની મોટી રકમ મળતી હતી.બધાને તે આપ્યા પછી વકીલે બીજા બધા ને જવા કહ્યું અને ફક્ત એક 24 વર્ષના જેસન ને..જે સ્ટીવંસન નો ભત્રીજો થતો હતો …તેને રોકાવાનું કહ્યું.
જેસન ના ભાગે અત્યાર સુધી કશું જ નહોતું આવ્યું તેથી તે તેના કાકા પર ખૂબ ગુસ્સે હતો તેણે ધિક્કારથી કહ્યું,”મને ખબર જ હતી..મારા નાલાયક કાકા મને કંઇ જ નહીં આપે.”
હેમિલ્ટને તેને શાંત કર્યો અને કહ્યું ..”ખરેખર તેમણે તમને કંઇ જ નથી આપ્યું અને છતાં બધું તમને જ આપ્યું છે.પણ એ મેળવવા તમારે તમારા કાકાની શરતો પૂરી કરવી પડશે.અને એક વરસ સુધી દર મહિને એ શરત હું તમને કહીશ.અને જો તમે એનું પાલન યોગ્ય રીતે કર્યું હશે ને મને એનાથી સંતોષ થશે તો એક વરસ બાદ તમને સૌથી અમૂલ્ય ભેટ મળશે’.
જેસન પાસે શરત કબૂલ કરવા સિવાય બીજો રસ્તો નહોતો. હેમિલ્ટને તેને બીજે દિવસે તેની ઓફિસમાં આવવાનું જેસન ને કહ્યું. -વધુ આવતા અંકે….(ક્રમશ:)
ચાલો માણીએ વાર્તા… September 3, 2006
મને ગમતું… September 3, 2006
એમ પૂછીને થાય નહીં પ્રેમ.. 
દરિયાના મોજા કૈં રેતીને પૂછે:
તને ભીંજાવું ગમશે કે કેમ?
