આમંત્રણ
આજે અહીં એક પંક્તિ મુકી છે.એમાં બાકીની ત્રણ લાઇન આપ સૌ ને લખવાનું સ્નેહભીનુંઆમંત્રણ છે.અને મને વિશ્વાસ છે કે મારા કરતા પણ આપ સૌ વધુ સરસ લખશો જ.તો તૈયાર પાદપૂર્તિ માટે?અને આપણ ને મળશે સરસ મજાના ચાર લાઇન ના લઘુકાવ્યો. મિત્રોનું સહિયારૂ સર્જન!! આપના સહકાર ની ખાત્રી છે જ.આભાર.
તો આ રહી આજની પંક્તિ…બાકીની લાઇનો આપ સૌની
“હું તો પીળું થયેલ એક પાંદડું, ”
નીલમ દોશી

હું તો પીળું થયેલ એક પાંદડું,
ઇચ્છાની શાખને વળગી રહેલું,
આજ નહિં તો કાલ જરૂર ખરીશ,
ને ઉગીશ ફરી થઇ લીલું પાંદડું.
નીલમઆંટી, તમારી ‘ચેલેન્જ’વાંચીને તરત આવું કશું મનેય સ્ફુરી ગયું.
આ તો ખરેખર ખૂબ જ સુંદર પ્રયાસ છે…
મને ખૂબ જ ગમ્યો!
સસ્નેહ, “ઊર્મિસાગર”
જન્મે કુંપળ હતું // વૃક્ષમાંથી નીપજ્યું // ઉંમર ઓળંગી બન્યું રે ! હું તો પીળું થયેલ એક પાંદદું ! //
અરે વાહ! ખૂબ સરસ ઉર્મિબેન અને માનવંતભાઇ બંને ને અભિનંદન.આપે સરસ લખ્યું છે.
હું તો પીળું થયેલ પાંદડું
ના કદીયે નિરાશ થયેલું
હજી રહી છે મુજમાં આશ
ચીંધવા લીલા પાનને રાહ
હું તો પીળું થયેલ એક પાંદડું,
કાલે ખરીશ કે આજ હું, પણ વૃક્ષનો એક કણ બનાવ્યો મેં ય છે.
ને હવાને દાન દીધા, પ્રાણવાયુના અમીમય શ્વાસ પણ.
કાલ હું કુંપળ બનું કે ના બનું, મુજ જિંદગી માટે મને પણ ગર્વ છે.
ખૂબ સુંદર રચના કરી.આભાર.
Hu to pidu thayel ek pandadu,
Rah jov hu hava na jokani,
Hu javani shu karva na padu?
Fari jivvi che zindagi mare potani.
હું તો પીળું થયેલ એક પાંદડું
રાહ જો ઉ હું હવા ના ઝોંકાની;
હું જવાની શું કરવા ના પાડું?
ફરી જીવવી છે જિંદગી મારી પોતાની.
જીતેન મહેતા
How to write comments in Gujarati ?
હું તો પીળું થયેલ એક પાંદડું,
છ્મ્મ લીલી વેદ્ના ની ડાળે.
HU TO PILU THAYELU PANDADU,
PRYATHI CHUTHU,
CHATA PACHU FARISH.
JYA MULA NE JAL PRUTHAVI KERO SATH CHE,
NE VAYU SATHE BHANU NO PAN PAHAD CHE.
હારે હુંતો જમડાની રાહ હવે જોવ છુ
હવે મારે જાવુ છે દુર……..
તમે હવે મને ના રોકશો …..
હું તો પીળું થયેલ એક પાંદડું,
સજની હવે તારી રાખજે સંભાળ
સજની હવે મારી પાસે ન આવતી
થાશે મને લીલુ થવાની આશ..
હું તો પીળું થયેલ એક પાંદડું,
-કપિલ દવે
વસંતના વાયરે અમે ખીલ્યાતા
કોયલના ટહૂંકે અમે ઝૂમ્યાતા
સમયના બંધને બંધાયુ રે આયખુ
હું તો પીળું થયેલું એક પાંદડું
રમેશ પટેલ (આકાશદીપ)