પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજ ની ખાટી મીઠી… September 29, 2006

મિત્રો વીમાને પોલીસી જેવા છે.ખરે સમયે વીમાનું વળતર મળે…શરત માત્ર એટલી કે તમારે સમયસર પ્રીમીયમ ભરતાં રહેવું પડે. 

 

 

નાસ્તિક અને આસ્તિક વચ્ચે ફરક કેટલો?નાસ્તિકને મન ઇશ્વર શૂન્ય છે,આસ્તિકને મન ઇશ્વર પૂર્ણવિરામ છે.!!!

 

દૂધ પીવાના ફાયદા….!!! September 28, 2006

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 1:28 pm

શિવમ હવે તો બીજા ધોરણમાંભણતોહતો.એકદિવસઅચાનક  સ્કૂલેથી આવી ને કહેમમ્મી,આજથી મને રોજ દૂધ પીવા આપજે હોં.તું તો મને કોઇ દિ દૂધ આપતી જ નથી!!મારા ટીચર કહે છે કે રોજ તમારે બધાએ સવારે ને રાતે દૂધ પીવું જોઇએ.તો જ હાડકા મજબૂત બને.બોલ,મમ્મી,તું આપીશને દૂધ?શિવાની શું જવાબ આપે?જમવા માંડ બે ટાઇમ મળતું હતું.ત્યાં દૂધ….???દૂધ સારું એ તો પોતાને યે ક્યાં ખબર નહોતી?ને પોતાના બાળક ને દૂધ પીવડાવવાની હોંશ કયા મા બાપ ને ન હોય?પણ….રે ગરીબી….આ મજબૂરી તે આ બાળકને કેમ સમજાવે?ભણાવવાનો ખર્ચો કેમ કાઢતા હતા..તે તો એનું મન જાણતું હતું!!ત્યાં દૂધ?

 

ત્યાં શિવમ બોલ્યો,મમ્મી,હું તો દૂધ પીવામાં જરાયે માથાકૂટ નહીં કરું.મારો ભાઇબંધ શોભિત છે ને..તે તો કહેતો હતો કે..મારી મમ્મી રોજ મને પરાણે દૂધ આપે..પણ મને જરાયે ભાવે નહીંએટલે હું તો મમ્મીનું ધ્યાન ન હોય ને ત્યારે બધું ઢોળી નાખું…,પણ મમ્મી,હું એવું નહીં કરું હો!મને તો દૂધ બહુ ભાવે છે.એકવાર તેના ઘેર ગયોતો..ત્યાં મેં પીધું હતું!મમ્મી,કાલથી તું મને દૂધ આપજે હો!શિવાની આંસુભરી આંખે પુત્રને જોઇ રહી.અને પુત્ર દૂધ પીવાના ફાયદા અને દૂધ શા માટે સંપૂર્ણ ખોરાક છે….તે પ્રશ્નનો જવાબ મોટેથી ગોખતો હતો!!!!

 

                                            નીલમ દોશી.

 

માનવી..ડોટકોમે… September 28, 2006

પ્રતીક્ષાની પળો પૂરી થઇ,

બારસાખે ઉભી ,,

ટપાલીની રાહ જોવી,

વાતો એ બધી પુરાણી થઇ..

હવે તો..બસ..એક કલીક…

અને વિશ્વ આખું યે વિસ્તરે ઘરમાં.

દરિયો,આકાશ કે વહેતા ઝરણા,

વૃક્ષો,ફૂલો કે પંતગિયા યે

વસી ગયા છે ડોટ કોમ માં

મોર ટહુકે ને કોયલ પણ કૂંજે

ગરબા યે ગૂંજે બસ એક કલીકે..

મેઘધનુષ પણ ખીલે ડોટ કોમે,

પર્વતો ઉભા અડીખમ ડોટ કોમે

ILU….HBD..JSK...માં

 અટવાઇ ગયા છે  શબ્દો

ભૂલાઇ ગયું ભાષાનું હીર

ખેંચી રહ્યું કોણ એના ચીર?

ડોટ કોમે વસી રહી ઓળખાણો

ડોટ કોમે શ્વસી રહી સંસ્કૃતિ સારી

પ્રેમ પણ  પમાય હવે ડૉટ કોમે..

ને ઇશ્વર પણ ડૉકાય ડૉટ કોમે

ડૉટ કોમ ની માયા જાળમાં અટવાતો માનવ

કેન્દ્ર કયાંય નહી,,પરિઘમાં ઘૂમતો માનવ!!

                                              નીલમ દોશી.

 

ચાલો માણીએ વાર્તા…(8) September 28, 2006

સાતમા મહિનાની પહેલી તારીખે જેસનને ફરી એકવાર તેના કાકાનો અવજ સાંભળવા મળ્યો,

કે,જેસન આ છ મહિનામાં તું આગળ જરૂર વધ્યો છે.પણ હજુ અડધો પ્રવાસ બાકી છે અને તેમાં જો તું હેમિલ્ટનને સંતોષ નહી આપી શકે તો આ યાત્રા બંધ થશે અને તારે સૌથી સરસ ,મૂલ્યવાન ભેટ ગુમાવવી પડશે.આ મહિને તારે એક એવી વ્યક્તિને શોધવાની છે ,જે તેના જીવનમાં પીડા અનુભવતો હોય,સમસ્યાથી ઘેરાયેલ હોય અને છતાં હસવાની તેની ક્ષમતા જાળવી શકતો હોય.જે કોઇ પ્રતિકૂળતા ,આપત્તિ સામે પણ હસી શકતો હોય તે જીવનભર સુખી રહી શકે.તેમ હું માનું છું.

જેસન ગયો ત્યારે હેમિલ્ટને તેની ઓફિસના એક માણસને જેસન કયાં ફરેછે ,શું કરે છે તે જોવા અને અહેવાલ આપવા જેસનની પાછળ જાસૂસ તરીકે મૂકયો.પણ તે માણસે મહિના પછે કહ્યું કે જેસન તેના રૂટિન મુજબ જ રોજ રહેતો હતો અને તેને કઇ મળ્યું હોય તેવું લાગ્યું નહીં

બીજે દિવસે જેસન તેને અહેવાલ આપવા આવ્યો ત્યારે તેની સાથે એક અંધ માણસ હતો.જેના હાથમાં લાકડી હતી અને તેણે કાળા ચશ્મા પહેર્યા હતા.જેસને તેનો પરિચય હેમિલ્ટનને કરાવ્યો કે,આ મી.ડેવિડ રીઝ ને મળો

ત્યાં ડેવિડે હસતા હસતા હેમિલ્ટનને કહ્યું કે હમણાં  ઘણાં સમયથી આપણે મળ્યા નથી ખરું ને?

હેમિલ્ટન આ રમૂજ છે તે થોડીવાર પછી જ સમજી શકયો.જેસને કહ્યું કે હું તેને લોકલ ટ્રેન માં મળ્યો હતો..તેની પાસે હાસ્યની બક્ષિસ છે એમ મને ઘણાં પ્રસંગો પરથી લાગ્યું.અને તેણે હેમિલ્ટનને ડેવિડના થોડા પ્રસંગો કહ્યા.હેમિલ્ટને પૂછ્યું કે તમારામાં આ રમૂજવૃતિ કયાથી આવી?ડેવિડે જવાબ આપ્યો કે જયારે મેં નાનપણમાં આંખો ગુમાવી અને પછી ઘણી તકલીફ અને સમસ્યાઓ ભોગવી.લોકોનું વર્તન મારા માટે બહું સારું નહોતું.

પછી મેં વિચાર્યું કે જીવનમાં બે રીત છે.હસવું અને રડવું.અને મેં હમેશા હસવાનું પસંદ કર્યું.જેસને કહ્યું કે ડેવિડનો અભિગમ બહુ સમજ્પૂર્વક નો છે,તેના સંપર્કમાં આવતા મારા સહિતના બધા લોકો ને તેના હાસ્યની બક્ષિસનો લાભ મળ્યા કરે છે.હેમિલ્ટને જેસનનું કામ સ્વીકાર્યું.જતા જતા ડેવિડે કહ્યું,મી.હેમિલ્ટન,આ તમે પહેરેલી ટાઇ ખૂબ સરસ છે.

હેમિલ્ટને તેનો આભાર માન્યો અને હસવા લાગ્યા.ડેવિડે પૂછયું કે, શા માટે હસે છે?ત્યારે હેમિલ્ટને જવાબ આપ્યો કેટાઇ ખરેખર સુંદર છે.!!!

                                                                -ક્રમશ:

(વાર્તા આગળ ચલાવવા માટે વાંચો છો કે નહીં…એટલી ખબર તો પડવી જોઇએને?વાંચો તો ટહુકો  કરશો ને?)

                                                                      

 

બંગાળની દુર્ગાપૂજા..એક ઝલક… September 27, 2006

                                                                                                                

કલકત્તાની  દુર્ગાપૂજા મોકો મળે તેણે એકવાર જરૂર જોવી જોઇએ. ગુજરાતની નવરાત્રિ અહીં પૂજા તરીકે ઓળખાય છે.અહીં ગરબાની રમઝટને બદલે દરેક જગ્યાએ..થોડા થોડા અંતરે  વિશાળ પંડાલ બનાવેલ હોય છે.આ પંડાલ એટલે  સાદી ભાષામાં કહું તો આપણે  જેને મંડપ કહીએ છીએ.તેવું જ કંઇક.અલગ અલગ થીમ લઇને લાખોના ખર્ચે બનાવેલ આ પંડાલની ભવ્યતા અને સુંદરતા …નજરે જોયા સિવાય પૂરી સમજી ન શકાય.(મેં પણ ગુજરાતમાં હતી ત્યારે આના વિષે ઘણું વાંચેલ અને સાંભળેલ.પણ અહીં આવ્યા બાદ જે જોયું તે ખરેખર વર્ણનાતીત  હતું) બે ચાર ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરું છું. 

એક પંડાલ જયપુરના શીશમહેલ ની થીમ લઇ ને બનાવેલ.લાખો આભલાઓનો ઉપયોગ કરીને બનેલ આ પંડાલ  જોઇ ને નક્કી કરવું અઘરું બની જાય કે આ સાચો મહેલ છે કે?કયાંક પાર્લામેંટ હાઉસ ઉભેલું દેખાય તો કયાંક પાણીમાં તરતા પંડાલ તમને આકર્ષતા હોય.અંતરીક્ષની થીમ લઇ ને બનાવેલ પંડાલમાં સ્પેસયાન અને અવકાશનું અદભૂત વાતાવરણ અનુભવવા મળે..કમળના આકાર ના પંડાલ હોય તો કોઇ ખાલી કાજુના બનેલ.કોઇ થર્મોકોલ ના.કોઇ ખાલી બ્રેડ કે રોટલીના બનેલ,કોઇ ખાલી પાંદડાના બનેલ,કેળના બનેલ,કે કોઇ પર્યાવરણ ને અનુલક્ષીને બનાવેલ હોય.કોઇમાં બંગાળનું ગામડું ખડું કરેલ હોય.કયાંક તાજમહાલ ઝગમગતો હોય,કલા,કલ્પના અને શ્રધ્ધાનો ત્રિવેણી સંગમ અહીં બંગાળમાં જોવા મળે.

મા  દુર્ગાની પ્રતિમાની ભવ્યતા અને શણગારની તો વાત જ નિરાળી.કયાંક 18 મી સદીનું વાતાવરણ માણવા મળે તો કયાંક 21મી સદીનું.અને બંગાળની આ સમયની રોશનીની તો વાત અલગ.અહીં રોશની એટલે ઘણી બધી રંગબેરંગી લાઇટો ..સીરીઝો..ગોઠવી દેવી…એમ નહીં..આ રોશની પણ અલગ અલગ થીમ પર આધારિત હોય.કયાંક રોશનીમાં વિવેકાનંદ ઝગમગતા હોય,રામકૃષ્ણ પરમહંસ,હોય તો કયાંક દુલ્હનની ડોલી સજાવેલ હોય.અને બધા પંડાલોની સ્પર્ધા હોય.કયો પંડાલ નંબર લઇ જશે તેના અનુમાનો થી લોકલ છાપાઓ ઉભરાતા હોય.આખા કલકત્તામાં નાના મોટા મળી ને 1800થી 2000 પંડાલ હોય છે.કલકતા તેના પૂરા દમામ,પૂરા વૈભવ સાથે છલકે છે..

આ દિવસોમાં.મેળા હોય,જાતજાતના સ્ટોલો આખી રાત હોય,આખી રાત ખરીદી ચાલતી હોય.ગીરદીનો પાર નહીં.ગાડી લઇ ને જાવ તો  4 થી 5 કિ,મિ, દૂર પાર્કીંગ મળે તો નશીબદાર કહેવાય.અમારી જેમ મોટાભાગના લોકો..જેને ચાલવું ન હોય તેઓ ગાડી ફરતી જ રાખે,મોબાઇલ કરીને ડ્રાઇવરને બોલાવી લેવાનો.ને એક પછી એક પંડાલ ફરતા જવાનું.કયો પંડાલ વધુ સારો છે તેની હીંટ મળતી રહે,લોકો એક્બીજાને પૂછતા રહે અને કહેતા રહે,પેલો પંડાલ જોયો?મીસ ન કરતા હો.

        આ વખતે નેતાજી નગર એરિયામાંમિલન મહાન એ વિચારને અનુસરીને વિષયવસ્તુ તરીક ગુજરાતની પસન્દગી કરેલ છે.આમ આ વકહ્તે બંગાળમાં ગુજરાતની સંસ્કૃતિ ની ઝલક જોવા મળશે.તેથી ગુજરાતીઓ ઘણાં ખુશ છે.જેમાં કચ્છના ભૂંગા ખાસ જોવા મળશે.

તો બેગુનતલ્લા પૂજા સમિતિના આયોજકોએ આ વરસે 60 ફૂટ ઉંચી અમરનાથ ગુફા પંડાલ તરીકે બનાવી છે.(કાલથી જોવા મળશે..અહીં કાલથી દુર્ગાપૂજા શરૂ થાય છે.)પાંચ પર્વત શિખરવાળા આ પંડાલમાં 40 ફૂટની ઉંચાઇ પર મા દુર્ગા બિરાજશે.પંડાલની ડીઝાઇન કોલકતા આર્ટ કોલેજના રૂપમ મઝમૂદારે કરી છે.27 જુલાઇથી રોજ 70 થી વધારે કારીગરો સતત અમરનાથ ગુફાના નિર્માણમાં લાગ્યા છે.આ પંડાલમાં તેર હજાર વાંસ,પાંચ હજારા મીટર જયુટ,છ કવીંટલ પ્લાસ્ટર ઓફ પેરીસ વપરાયુ છે.દર્શનાર્થીઓ 40 ફૂટ ઉંચે ચડીને મા દુર્ગાના દર્શન કરી શકશે.તેમાં બરફના શિવલિંગ પણ હશે.તે માટે 12 એસી.લગાડવામાં આવ્યા છે.આવા એકાદ બે ઉદાહરણ પરથી આ તહેવાર ની ભવ્યતાનો થોડો ખ્યાલ આવશે .બાકી તો નજરે જોઇએ ત્યારે જ સાચો અનુભવ માણવા મળે.એક એકથી ચડે તેવી કલ્પના અને પ્રતિમાઓ અહીં જોવા મળે.સારી રીતે દર્શન કરવા હોય તો રાત્રે 3 થી 4 ની વાગ્યે જવું હિતાવહ છે રાત્રે 12 વાગે તો ચાલવું ખૂબ અઘરું બની જાય.વાતાવરણ ખુશી,આનંદ ,ઉત્સાહ ,શ્રધ્ધાથી છલકતું હોય.બંગાળીઓ અ ચારેય દિવસો નવા,,,કોરા વસ્ત્રો પહેરે અને દાગીના થી ઝગમગતા હોય.અને ઘેર ઘેર ગણપતિની જેમ અહીં ઘેર  ઘેર પણ મા દુર્ગાની પ્રતિમાનું સ્થાપન હોય.આખી રાત ઘેર પણ પૂજા અર્ચના હોય જ.કુટુંબમાં જે મોટું ઘર ગણાતું હોય ત્યાં કુટુંબ દીઠ એક પ્રતિમાનુ  સ્થાપન હોય. અને છેલ્લે દિવસે જાગરણ હોય. પ્રસાદ(જમણવાર) હોય.અને સમસ્ત કુટુંબ સાથે રહીને પૂજા અને પછી વિસર્જન કરે.

 

આમ અહીં આ તહેવારનું એક અલગ મહત્વ છે.બંગાળનો આ સૌથી મોટો તહેવાર જોવા,જાણવા અને માણવાનું ભાવભીનું આમંત્રણ આપ સૌને.પૂજા માણવી ગમી કે નહીં?થોડો પ્રયત્ન કર્યો છે,ઝાંખી કરાવવાનો.આશા સાથે કે આપને ગમશે. ગમતાનો ગુલાલ કરવો જ રહ્યો ને?                                                   નીલમ દોશી.

 

આજની ખાટી મીઠી… September 27, 2006

લગ્ન એક એવી લાંબી સજા છે જેમાં કેદી ટુકડે ટુકડે પેરોલ જેવી કામચલાઉ મજા પણ માણી શકે છે.!!

 

આજની ખાટી મીઠી… September 27, 2006

લગ્ન એક એવી લાંબી સજા છે જેમાં કેદી ટુકડે ટુકડે પેરોલ જેવી કામચલાઉ મજા પણ માણી શકે છે.!!

 

રીટાયર્ડ….. September 26, 2006

            બસ હવે તો એક મહિનો!..છેલ્લો મહિનો…પછી પત્નીની બધી ફરિયાદ દૂર થઇ જશે.પછે તો સમય જ સમય છે.ટાઇ બાંધતા બાંધતા યશવંત ભાઇ વિચારી રહ્યા અને મોં પર સ્મિતની એક લહેરખી ફરી વળી..58 વરસની  ઉમર થઇ હતી.પણ લાગતા હતા 50 જેવા.બિલકુલ તંદુરસ્ત..આ તો કંપનીની  વયમર્યાદાની પોલીસી ને લીધે નિવૃતિ આવી પડે તેમ હતી.બાકી કામ થી ક્યાં થાકયા હતા? થાકવાની તો વાત જ ક્યાં હતી?કામ નો એક નશો હતો  સારી કંપની માં જનરલ મેનેજરની પ્રતિષ્ઠાભરી પદવી હતી.માન હતું, ઇજજ્ત હતી.
 

 તેમના વર્કોહોલિક સ્વભાવની તેમની પત્નીને હમેશા ફરિયાદ રહેતી.તમે હમેશા મોડા આવો છો.બસ કામ,કામ ને કામ.કોઇ દિવસ શાંતિથી સાથે બેસવા ન પામીએ.આ તેમની હમેશની ફરિયાદ હતી.અને વાતે ય સાચી હતી.પોતે ઘરમાં કે પત્નીને પૂરતો સમય નથી આપી શકતા..તેનો એહસાસ યશવંતભાઇ ને હમેશા રહેતો.પણ કંપની ની જવાબદારી અને કામ કરવાના સ્વ્ભાવને લીધે સમય ન ફાળવી શકતા.    

          પણ..હવે સંજોગો બદલાવાના હતા.હવે પોતે પત્નીની ફરિયાદ દૂર કરી શકશે.ઘરમાં પૂરેપૂરો સમય આપી શકાશે.નિરાંતે હીંચકા પર બેસીને છાપુ વાંચવાનું અને કડક,મીઠી ગરમાગરમ ચ!! વાહ! ભર્યુંભાદર્યું ઘર હતું.પત્ની હતી,દીકરો વહુ હતા.ને નાનકડો 8 વરસનો મીઠડો પૌત્ર હતો.હવે બધા સાથે મળીને કિલ્લોલ કરીશું.પોતે મનોમન મલકાઇ રહ્યા.
               અને મહિનાને જતા શી વાર?સમય દોડતો રહ્યો.એની સાથે દોડતા યશવંતભાઇને સમયની બ્રેક લાગી ગઇ.ભવ્ય વિદાય સમારંભ પણ પૂરો થયો અને મીઠી સ્મૃતિઓ વાગોળતા..એક ધન્યતા સાથે graceful exit  કરી તેઓ ઘેર આવ્યા.ને શરૂ થયું નિવૃતિની …નિરાંતની ..આરામદાયક પળો માણવાનું!!!    

             સવારે ચા સાથે નિરાંતે છાપુ લઇ બેસવાની મજા પડી ગઇ.પણ…..ત્યાં…પત્નીનો અવાજ સંભળાયો,

         હવે તમે છાપુ  મૂકીને નાહવા જાવ તો સારું.નોકર ચાલ્યો જશે તો કપડા રહી જશે.આમેય હવે તમારે કયાં ઓફિસે જવાનું છે?

તેમને પરાણે ઉઠવું પડયું.મનમાં તો થયું કે આટલા વરસોથી તો વેલો જ નહાતો  હતો ને?હવે ઓફિસ નથી એટલે જ તો થાય છે કે બધું નિરાંતે કરીશું.પણ…ખેર…..બાથરૂમ માં જતા જતા યશવંતભાઇ વિચારી રહ્યા. જલ્દી જલ્દી નાહીને ફરી છાપુ હાથમાં લીધું..ત્યાં ચા યાદ આવી ગઇ.વરસોની ટેવ હતી ને?ટી-બ્રેક ની.તેમણે પત્નીને એક કપ ચા ની ફરમાઇશ કરી.પણ…ત્યાં તો….

હમણાં તો ચા પીધી હતી.ઘરમાં નવરા બેઠા બેઠા ચા જ પીધે રાખવાની છે  કે બીજું કંઇ?   

   યશવંતભાઇ મૌન!!.ઓફિસમાં દર બે કલાકે આવતી ચા ની ટેવ તેમને તડપાવી ગઇ.ત્યાં તો જરાક મોડું થતું તો યે પટાવાળાનું આવી બનતું.અને ..આજે એક ચા માટે યે સાંભળવાનું?તેમને જરા ઓછુ તો આવી ગયું પણ પછી મન ને મનાવ્યું.નીતા એકલી બિચારી કેટલે પહોંચે?વહુ નોકરી કરવા જાય એટલે બધી જવાબદારી પત્ની પર જ આવી છે ને?હું રીટાયર્ડ થયો છું.તે થોડી થઇ છે?આમ મન મોટુ રાખી તેણે આશ્વાસન લીધું.તેમણે ફરી છાપામાં નજર કરી.ત્યાં….

“ઘરમાં નવરા બેઠા છો..તે બજારમાંથી શાક લાવી આપોને! મારે એટલો ધક્કો ઓછો.

શાક?શાક લેતા મને કયાં આવડે છે?હું કયાં કયારેય લેવા ગયો છું?

તો હવે જાવ…કહી  પત્નીએ લીસ્ટ અને થેલી હાથ માં પકડાવી દીધા.

મોઢું થોડું કટાણું તો બની ગયું છતાં ઉપડયા.શાકમાર્કેટમાં જરાયે મજા ન આવી.કેટલી ગંદકી!કોલાહલ! માંડ માંડ જલ્દી જલ્દી લીસ્ટ પ્રમાણે શાક લઇ ને  આવ્યા તો પત્નીને મોંઘુ લાગ્યું,,,ગુવાર જાડો ને ભીંડા ગલઢા લાગ્યા.ને કાકડી કડવી નીકળી.ચાખી ને ન લેવાય?હું ત્યાં ચાખવા બેસું?એવું બધું મને ન ફાવે….તે બબડતા રહ્યા.

થોડીવારા ટીવી.ચાલુ કરી રીમોટ લઇ ચેનલો ફેરવી જોઇપણ કાંઇ મજા ન આવી.અને ત્યાં તો પત્ની ની જમવા આવવાની બૂમ આવી. હમણાં નહીં થોડીવાર પછી.હજુ તો ભૂખે ય નથી લાગી.નાસ્તો મોડો કર્યો હતો ને તે…

એટલે તો સવારે કહેતીતી કે નાસ્તો વેલો કરી લો..ઠીક હવે…આજે જે થયું તે…ચાલો,જે ભાવે તે જમી લો.કામવાળી આવે તે પહેલા વાસણ તો ખાલી કરી દેવા પડશે ને?યશવંતભાઇ પરાણે જમવા બેઠા.ઓફિસમાં બધા કેવો તેમનો ટાઇમ સાચવતા!આજે તેને કામવાળાના ટાઇમ સાચવવાના?તે વિચારી રહ્યા.

જમી ને આડા પડવાનો વિચાર કરતા હતા ત્યાં પત્નીનો અવાજ આવ્યો,જીતની બસ નો ટાઇમ થઇ ગયો છે.તમે જરા નાકા ઉપર જઇને તેડી આવો ને.રોજ તો હું જતી હતી. હવે તમે આમેય નવરા છો…તો તમે જઇ આવો.આમાં તો યશવંતભાઇથી ના પડાય તેવું કયાં હતું?અને યશવંતભાઇ 7 વરસના પૌત્રને લેવા તડકામાં નીકળ્યા.ઓફિસની એ,સી, કેબિન તેમને અનાયાસે યાદ આવી ગઇ.

આવી ને તે છાપુ શોધવા લાગ્યા.હમણાં તો અહીં રાખીને ગયા હતા.પૂછતાં ખબર પડી કે એ તો કામવાળીએ બધું સરખું કરી ને જગ્યાએરાખી દીધું હતું.યશવંતભાઇ ની જગ્યા કઇ હતી..તે તેમને યે ખબર નહોતી.નહીંતર કદાચ તેમને યે જગ્યાએ ગોઠવી દીધા હોત.!!!તેમણે પત્ની ને  કહ્યું કે,હજું તો મેં વાંચ્યું પણ નહોતું…

મને એમ કે આજે તો તમે સાવ નવરા છો…તો વાંચી જ લીધું હશે ને?પત્નીનો જવાબ સાંભળી યશવંતભાઇ પોતાની નવરાશ વિચારતા રહી ગયા.તેનું મન અને મોં બંને કટાણા થઇ ગયા.થોડીવાર પરાણે આડા પડયા.પણ ઉંઘ ન આવી.

         આમેય ઘડિયાળમાં ચાર વાગી ગયા હતા.ત્રણ વાગે તો તો ચા નો ટાઇમ હતો.તેમણે પત્ની ને બૂમ પાડી.પણ કંઇ જવાબ ન મળ્યો.ઉભા થઇ ને જોયું તો નોકર કચરો કાઢતો હતો.પૂછતાં તેણે કહ્યું કે બેન તો બાબા ને  ટયુશનમાં મૂકવા ગયા છે.કયારે આવશે ?એવા પ્રશ્નનો કોઇ અર્થ નહોતો.જવાબ કોણ આપે?નોકર પણ જરા વારમાં પોતાનું કામ કરી જતો રહ્યો.થોડીવાર રાહ જોઇ..પણ પત્ની ન આવી.ચાની તલપ લાગી હતી.હવે?ચાલ,જીવ,નવરો  જ છું ને?    

  

જાત મહેનત ઝિંદાબાદ કરી તે રસોડામાં ગયા.ફ્રીઝ્માંથી ખાંખાંખોળા કરી દૂધની તપેલી લેવા ગયા ત્યાં..આગળ રાખેલ દહીં ને ખોટું લાગ્યું હોય તેમ દહીંની વાટકી આગળ આવી ને જાતે ઢોળાઇ ગઇ.યશવંતભાઇ હાથમાં દૂધની તપેલી લઇ નીચે ઢોળાયેલ દહીં સામે કરૂણાભરી નજરે જોઇ રહ્યા. નોકર પણ ચાલ્યો ગયો હતો.વળી દહીં સાફ કરવાકપડું શોધવાની કવાયત ચાલી.અંતે કંઇક નેપકીન જેવું હાથ લાગ્યું ખરું.

માંડમાંડ સાફ કરી રસોડમાં ચા-ખાંડના ડબ્બા શોધવાની પ્રક્રિયા ચાલુ કરી.ડબ્બા ઉપર ચિઠી ચોંટાડતા શું થાય છે?આટલા ડબ્બાઓની વણઝારમાંથી કયા ડબ્બામાં ચા-ખાંડ છૂપાઇને બેઠા હશે?આઇ.એસ.ઓ. કરાવવું જોઇએ…રસોડાનું..તે વિચારી રહ્યા. 

            અંતે ચા-ખાંડ ના ડબ્બા મળતા યશવંતભાઇ વિજયી ની અદાથી તેની સામે જોઇ રહ્યા. કે કેવા  પકડી પાડ્યા!!!પણ મસાલો શોધવાની હિમત તો ન જ ચાલી.જેમતેમ લાઇટર શોધી,ગેસ કરી અંતે ચા મૂકી.ચા ઉકળે ત્યાં સુધીમાં ગરણી શોધવાનં અભિયાન ચાલુ થયું.પણ એટલી  બધી વાર થતાં.ચા ને ખારબ લાગી ગયું ને અડધી ચા ઉભરાઇ ગઇ.જે બચી તે ગાળવા જતાં..સાણસી પકડતા ફાવ્યું નહીં.વળી અડધાની બીજી અડધી ચાએ નીચે જમીન તરફ પ્રયાણ કર્યું.અંતે બચી ખૂચી ચા હાથમાં લઇ નવરા યશવંતભાઇ પીવા બેઠા.

ત્યાં…. ધોબી આવ્યો. અને ઉભા થઇ કપડાં લીધા.દરવાજો બંધ કર્યો.અને બેઠા.ત્યાં જ બેલ વાગી.બારણું ખોલ્યા વિના તો છૂટકો કયાં હતો?

               ત્યાં તો પત્ની ને જોઇ થોડી હાશ થઇ.કેમ આટલી વાર?જવાબ મળ્યો,આજે તમે ઘેર જ હતાતો થયું કે ભેગા ભેગા મીનાબેન ને ઘેર જઇ આવું.કેટલા દિવસથી ખબર કાઢવા જવાતું નહોતું.ધોબી આવી ગયો?કેટલા કપડા આપી ગયો? 

તેં આપ્યા હશે એટલાંજ આપી ગયો હશે ને?કંઇ કોઇના લઇ ને વધારે ન આપી જાય.


            અરે,વધારે ન આપી જાય…પણ ઓછા જરૂર આપી જાય..ગણી ને લેવા જોઇએને?એના ગોટાળાની તમને હજુ ખબર નથી.ખેર! હવે જરા ધ્યાન રાખજો

યશવંતભાઇ હવે શબ્દથી ચોંકી ગયા પણ બોલ્યા વિના ચૂપચાપ સાંભળી રહ્યા.ઓફિસમાં પોતે ખીજાતા હતા ત્યારે નીચેના માણસો કેવા ચૂપચાપ સાંભળી લેતા હતા ને!!આજે પોતે યે અહીં બોસ નતા રહ્યા.ઓફિસમાં ભલે ને હોશિયાર ગણાતા હોય હઈંઘોઘા હતા.

                  ત્યાં રસોડામાંથી બૂમ આવી.આ શું ચા ઢોળી  છે?કેટલું રમખાણ કરી નાખ્યું?આ જરાકવારમાં તો?જરાવાર રાહ નતી જોવાતી?હું આવી ને ચા ન કરી દેત?કેટલું કામ વધારી દીધું?કંઇ આવડે તો ને?અને કંઇ નથી આવડતું નું સર્ટીફિકેટ લઇ યશવંતભાઇ બેઠા રહ્યા.

                                              સાંજે થોડું ચાલવા જવાનું મન થયું.મિત્રો તો કોઇ બનાવવાનો સમય જ ક્યાં મળ્યો હતો?પત્ની ને કહી જોયું.પણ તેની પાસે સમય કયાં હતો?છતાં તે તૈયાર થયા..ચાલ,થોડો બહાર આંટો મારું.     

            ત્યાં…..પૌત્ર દોડતો આવ્યો,દાદાજી,મમ્મી કહે છે મને આજથી  તમે હોમવર્ક કરાવશો મને.અને ત્યાં દીપાલી આવી,પપ્પાજી,હવે તમે ફ્રી છો ને તો  જીત ને તમે જ લેશન કરાવશો..જેથી હું પણ થોડી ફ્રી થઇ શકું. ને મમ્મીને મદદ પણ કરાવી શકું

 

                 અને દાદાજી શું બોલે?ચૂપચાપ પૌત્ર ને લેશન કરાવવા બેસા ગયા પણ ફાવ્યું નહીં.આવડતું તો બધું હતું પણ…શીખડાવવું ન આવડયું.નાનકડા જીતને શીખવવામાં જે ધીરજ કે સંયમ જોઇએ તે પોતામાં કયાં હતા?અંતે જીતે બહિષ્કાર કરી દીધો.દાદાજી પાસે લેશન નથી કરવું..ખીજાય છે.કહી જીતે ભેંકડો તાણ્યો..યશવંતભાઇ ખિસિયાણા પડી ગયા.નિષ્ફળ દાદાજી ને પણ મોટેથી ભેંકડો તાણવાનું મન થઇ ગયું!!!પણ શું કરે?પોતે તો મોટા હતા ને!!!

દીપાલી આવી ને જીતને લઇ ગઇ.મોઢેથી તો કઇ ન બોલી.પણ યશવંતભાઇની સામે જોતી જોતી.જીતનો  હાથ પકડી અંદર લઇ ગઇ.એ નજર…એ આંખો શું કેતીતી?

નવરા છો તો આટલું યે ન કરી શકયા?નાનકડા પૌત્રને યે ને સમજાવી શકયા?અને નિષ્ફળ ..દાદાજી..દયામણે ચહેરે કાઇ ખુલાસો કરવાની સ્થિતિમાં પણ ન રહ્યા.

રાત્રે જમવાનો સમય થતાં ચૂપચાપ પરાણે જમી લીધું.જાણે નવરા થઇ ને પોતે કંઇક ગુનો કરી નાખ્યો હોય કે પોતે નકામા થઇ ગયા હોય તેવો અહેસાસ તે કરી રહ્યા.જમીને દીકરો વહુ તેના રૂમમાં ગયા.સવારે બને ને નોકરીએ જવાનું હતું…વહેલા ઉઠવાનું હતું તેથી જલ્દી જલ્દી સુવા ગયા.પત્ની જરાકવાર તેની મનપસંદ સિરીયલ જોતી હતી.યશવંતભાઇને ખબર ન પડી કે તે શું કરે?!!!રીટાયર્ડ થયાના ચોવીસ કલાક પૂરા થયા હતા.!!!!

                                                         નીલમ દોશી.

              

 

સમય બદલાયો છે? September 26, 2006

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 12:17 pm

ઇતિહાસ એ અવનીશનો પ્રિય વિષય હતો.વર્ગમાં ઇતિહાસ ભણાવતાં ભણાવતાં તે વિધ્ર્યાર્થીઓને જાણે તે સમયમાં લઇ જતો.છોકારાઓ નજર સમક્ષ તે અનુભવી શકતા.અને તેથી અવનીશ તેમનો પ્રિય શિક્ષક હતો.
     આજે તે છોકરાઓને રજપૂત યુગ વિષે સમજાવતો હતો.તે યુગ ની ખામીઓ અને ખૂબીઓ બતાવતો હતો.તેમાંથી દહેજ પ્રથા,સતી પ્રથા અને છોકરીઓને કેવી રીતે દૂધપીતી કરીને મારી નાખતા…તે બધું સમજાવતા..સમજાવતા..આવેશમાં..જુસ્સામાં આવી ગયો હતો.સતી પ્રથાની વાત કરતા કરતા તેનો અવાજ અનાયાસે ઉંચો થઇ ગયો હતો.ત્યાં એક છોકરાએ તેને સવાલ પૂછયો,સર,દૂધપીતી કરે એટલે શું કરે?અવનીશે સમજાવ્યું કેવી રીતે જન્મેલી છોકરીઓને દૂધભરેલ વાસણમા ડૂબાડીને મારીનાખતા. છોકરાઓના મોઢામાંથી અરેરાટી નીકળી ગઇ.સર,એમ છોકરીઓને મારી નાખતા કેમ જીવ ચાલતો હશે?

    સરે સમજાવ્યું કે એ જમાનો,એ સમય જૂદો હતો.હવે સમય બદલાયો છે,મૂલ્યો બદલાયા છે.હવે જાગૃતિ આવી છે.દીકરી ને આજે સાપનો ભારો નહીં પણ તુલસી કયારો ગણવામાં આવે છે.
બોલતા બોલતા અચાનક અવનીશ નો અવાજ જાણે બંધ થઇ ગયો.તેના હાથ પગમાંથી જાણે ચેતન ચાલ્યું ગયું.તે બેસી ગયો.છોકરાઓને થયું કે સર ની તબિયત બરાબર નથી.

તેમને શું ખબર કે તેમના સર..આજે જ તેમના પત્નીનું એબોર્શન કરાવવાનું નક્કી કરી આવ્યા હતા!!!.બીજી છોકરી હોવાની ખબર પડવાથી.!!!!!

                 સમય બદલાયો હતો ખરો?કે ફકત રીત..પધ્ધતિ બદલાઇ હતી?પહેલા જન્મ આપીને મારી નખવામાં આવતી હતી.આજે..જન્મવા જ નથી દેવામાં આવતી.વિજ્ઞાન હવે તો આગળ વધી ગયું છે ને???

                                                             નીલમ દોશી.

 

 

આજની ખાટી-મીઠી.. September 26, 2006

Filed under: ગમતાનો ગુલાલ, રત્નકણિકાઓ — nilam doshi @ 12:05 pm

સફળ થવાના બે રસ્તા છે.ગમતું કામ કરો અથવા કામ ને ગમતું કરો.