પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

મને ગમતું… August 28, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 4:59 am

બંધ નયનમાં બંસીધર ને,          
ખુલ્લી પલક ગિરધારી..
શબ્દ સરે તે શામળિયો,
ને મૌન મહીં મુરારિ.

 

લાંબો પંથ ને રસ્તા કાચા,
એક મુસાફર લાખ લબાચા,
સૌ માને છે પોતે  સાચા
પારંપરિક સૌના ઢાંચા.
મનગમતા છે સાવ નકામા
અણગમતા રસ્તાઓ સાચા.
એક જ અર્થ મહાભારતનો..
શ્યામ વગર સૌ સાધન ટાંચા.
કયાંય ન સંભળાય….
કુદરતના છે  મૌન તમાચા.

લાગણીઓનું વિશ્વ …..
અચાનક
મેજીક સ્લેટ જેવું કેમ થઇ જતું હશે?

 

ગ્રીષ્મે ખીલે તે ગુલમહોર!!!                 

 

બારમાસી ના ફૂલોને,
બારે મહિના..
ખરવું પણ પડે છે.

 

 

6 Responses to “મને ગમતું…”

  1. ઊર્મિસાગર Says:

    બારમાસી ના ફૂલોને,
    બારે મહિના..
    ખરવું પણ પડે છે.

    Very nice words!!

  2. amitpisavadiya Says:

    લાગણીઓનુ વિશ્વ મેજીક જેમ જ અંકબધ રહસ્ય છે.
    સુંદર વિચારો.

    ગુલમહોર અને બારમાસી પણ સુંદર !!!

    અમિત ના જય શ્રી કૃષ્ણ.

  3. manvant Says:

    શબ્દ સરે તે શામળિયો
    ને મૌન મહીં મુરારિ……વાહ બેના !

  4. nilam doshi Says:

    આપ સૌને ગમ્યું જાણી આનંદ.આભાર.

  5. Neela Says:

    બંસીધરનું ખૂબ જ સુંદર આલેખન છે નીલુબેન

    ખરેખર બારમાસી ફૂલની આ વિટંબણા

  6. Leena Says:

    “Barmasi na phoolo..”

    Beautiful!

    Some sentiments expressed by Tennyson come to my mind:

    “The old order changeth yielding place to the new,
    And God fulfills Himself in many ways:
    Lest one good custom should corrupt the world…”

    (Idylls of the Kings)…

    The only thing constant in our Universe is change….that we live in a universe which creates beauty that takes our breath away is remarkable; that we live in a universe which annihilates beauty with untold violence lying in the heart of a volcano or a tsunami, is also remarkable; Nature is neither benign nor hostile - it is merely indifferent to the workings of such puny creatures as us….

    (Modified version of some lines (on an entirely different topic) from The Cosmos..)

Leave a Reply