1) ગાઢ અંધારું ભલેને ચોતરફ ઘનઘોર છે,
પાતળી એને હજુ પણ એક રૂપેરી કોર છે.
2) નીલગગન એ નથી જગતને લડવાનું મેદાન
સ્રુષ્ટિનો છે ચંદરવો,ને તારલિયાનું ધામ
કાળા-ધોળા વાદળ વચ્ચે
વીજળીનો ચમકાર
પ્રક્રુતિને પૂજો એ સંસ્ક્રુતિ વિધાન…
છૂપાઇને પરમ પિતા તું,
સકળ વિશ્વને કરે પ્યાર.
3) લીલા રહે છે તોરણો અવસર સુધી.
ઓસબિંદુએ
આજે ગણેશ ચતુર્થી.ચારેતરફ ગણપતિબાપા મોર્યા ના પડઘમ સંભળાઇ રહ્યા છે.દરેક શુભ કાર્યની શરૂઆત ગણેશપૂજન થી થાય છે.લગ્ન પ્રસંગ હોય,કે લક્ષ્મી પૂજનનો,શિલારોપણ હોય કે કુંભ મૂકવાનો હોય,મંદિરમાં ખુદ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય તો પણ પહેલું પૂજન ગણપતિનું જ હોય.ગણપતિની મૂર્તિ ન હોય તો સોપારીના ગણપતિ બનાવવાના પણ પૂજા તો પહેલી ગણેશજીની જ! આનાથી આપણે બધા પરિચિત છીએ જ.અને કરીએ પણ છીએ જ.