આંસુ કેમ થંભે?

    દીકરાએ તો શાસ્ત્રીજી ને હડધૂત કરી ને ઘરમાંથી કાઢી મૂકયા હતા.વહુ ને સસરાનું કરવું ગમતું નહોતું.શાસ્ત્રીજી સ્વર્ગે લઇ જનાર આ દીકરા સામે કઇ બોલી ન શકયા.જે જીવતા ઘરમાં રાખવા તૈયાર નથી…તેની બીજી શું આશા રખવાની હતી?અને એક દિવસ તો હદ થઇ ગઇ જ્યારે,,વહુ ના ચડાવ્યા દીકરાએ બાપ નો હાથ પકડી ઘરમાંથી બહાર ધક્કો માર્યો.વ્રુધ્ધ શાસ્ત્રીજી ગબડી જ જાત..
.પણ…પણ ત્યાં પાછળથી  અચાનક આવેલ દીકરી ના હાથ નો ટેકો મળી ગયો.દીકરી ની આંખમાં આંસુ હતાં.
પપ્પા,તમે મને ભારે નથી પડવાના…હું તમારા દીકરા જેવી જ છું ને તમને કાયમ માટે સાથે લઇ જવા જ આવી છું

દીકરી ના સ્નેહ માં ભીંજાતા શાસ્ત્રીજીની આંખમાં પસ્તાવાનું ઝરણુ વહેતુ હતું.આ જ દીકરી ને તે ગર્ભ માં હતી ત્યારે મારી નાખવા તૈયાર થયા હતા!!!પણ પત્ની ની ભ્રૂણહત્યા ન કરવાની જીદ ને લીધે દીકરી જન્મ પામી હતી,ને આજે એ જ સદાની ઉપેક્ષિત રહેલી દીકરી તેની ટેકણલાકડી બનવા આવી હતી.શાસ્ત્રીજી ની આંખના આંસુ હવે કેમ થંભે?
  
                                                           
નીલમ દોશી.
 

2 thoughts on “આંસુ કેમ થંભે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s