પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની હળવી પળો… August 20, 2006

Filed under: જરા હસી લઈએ — nilam doshi @ 10:44 pm

1)     જે માણસ બીજાની ભૂલમાંથી શીખવાનો લાભ ન લઇ શકતો  હોય  
        તેણે એ બધી ભૂલો  જાતે કરી શકે તેટલું લાંબું
        જીવવાની અપેક્ષા  રાખવી જોઇએ 
  

2)    તમે જે ગુમાવો તેને ફાયદો ગણતા હો   તો કાં તો તમે ફિલસૂફ હો
        યા ડાયેટિંગ પર  હશો.

3)      તમે રોજના બે સફરજન ખાવ તો બે ડોકટર ને વેગળા રાખી શકો  ખરા?

 

મને ગમતું… August 20, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 9:50 pm

        1)    ભૂગોળની કિતાબમાં ના એનું નામ છે,                     
         
આ મામૂલી ભલે રહ્યો,મારો મુકામ છે.
 

     2)  ઉપવનમાં ભલે કોઇ નોતરે ન,
 
          આપણે તો કયારામાં મન ભરી કોળીએ.               

     
  3)  ગમતીલું કોક મળી જાય જો આ મારગે,   
           
તો જીવતર ની વાટયું કપાય.

 

મને ગમતું… August 20, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 9:50 pm

        1)    ભૂગોળની કિતાબમાં ના એનું નામ છે,                     
         
આ મામૂલી ભલે રહ્યો,મારો મુકામ છે.
 

     2)  ઉપવનમાં ભલે કોઇ નોતરે ન,
 
          આપણે તો કયારામાં મન ભરી કોળીએ.               

       3)  ગમતીલું કોક મળી જાય જો આ મારગે,   
           
તો જીવતર ની વાટયું કપાય.

 

આળસ કોની?(બાળવાર્તા) August 20, 2006

Filed under: શૈશવની દુનિયા — nilam doshi @ 8:21 pm

એક હતો પેમલો ને એક હતી પેમલી.
લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું,
પેમલી ! આજ તો થાકીને લોથ થઇ ગયો છું. તું જો મને પાણી ઉનુ કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું
પેમલી કહે કોણ ના કહે છે ? લો પેલો હાંડો ; ઉંચકો જોઇએ !
પેમલે હાંડો ઉંચક્યો ને કહે હવે ?
પેમલી કહે હવે બાજુના કૂવામાંથી પાણી ભરી આવો.
પેમલો પાણી ભરી આવ્યો ને કહે - હવે ?
પેમલી કહે હવે હાંડો ચૂલે ચડાવો.
પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે હવે ?
પેમલી કહે - હવે લાકડાં સળગાવો.
પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે હવે ?
પેમલી કહે હવે ફૂંક્યા કરો;  બીજું શું ?
પેમલે ચૂલો ફૂંકીને  તાપ કર્યો ને કહે હવે ?
પેમલી કહે હવે હાંડો નીચે ઉતારો.
પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે હવે ?
પેમલી કહે હવે હાંડો ખાળે મૂકો.
પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે હવે ?
પેમલી કહે હવે નાહી લો
પેમલો નાહ્યો ને પછી કહે હવે ?
પેમલી કહે હવે હાંડો ઠેકાણે મૂકો
પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો બોલ્યો હાશ ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઇ  ગયું ! રોજ આમ પાણી ઉનું કરી આપતી હોય તો  કેવું સારું !
પેમલી કહે હું કયાં ના પાડું છું ? પણ આમાં આળસ કોની ?
પેમલો કહે આળસ મારી ખરી ; પણ હવે નહીં કરું.
પેમલી કહે તો ઠીક,  હવે સૂઇ જાઓ.
(આળસ કોની?)
                                        -ગિજુભાઇ બધેકા(મૂછાળી મા)

 

રાધા-મીરા August 20, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 10:05 am

  રાધા મીરા ભેગા થઇ ગઇ…                
                     વનરાવનમાં એક સમય પર,
                      એક પૂછે છે કયાં છે કાનો?
                      એક પૂછે છે કયાં છે ગિરધર?
                      એક તરફ છે ..પ્રેમકિનારો..
                      એક તરફ છે…ભક્તિસાગર.
                      

 

ભૂલી બીસરી યાદેં…(4) August 20, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 9:31 am

તિલક કરતાં ત્રેપન થયાં,જપમાળાના નાકા ગયા;
તીરથ ફરી ફરી થાકયા ચરણ,તો ય ન પોહોતો હરિને શરણ,
કથા સુણી સુણી ફૂટયા કાન,અખા તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન .


એક મૂરખ ને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન,તુલસી દેખી તોડે પાન
અખા એ વડું ઉત્પાત,ઘણાં પરમેશ્વર …
એ કયાંની વાત?
                                        -અખો.

 

ભૂલી બીસરી યાદેં…(4) August 20, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 9:31 am

તિલક કરતાં ત્રેપન થયાં,જપમાળાના નાકા ગયા;
તીરથ ફરી ફરી થાકયા ચરણ,તો ય ન પોહોતો હરિને શરણ,
કથા સુણી સુણી ફૂટયા કાન,અખા તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન .


એક મૂરખ ને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન,તુલસી દેખી તોડે પાન
અખા એ વડું ઉત્પાત,ઘણાં પરમેશ્વર …
એ કયાંની વાત?
                                        -અખો.

 

મને ગમતું… August 20, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 6:53 am

1)     હર એક પાસે …
        એક બે સપનાઓ ખાસ છે,
        જીવતર એ શોધી કાઢવા…
        થતી તપાસ છે.
 

 2)    કિસ્સો કેવો મજાનો છે..!
       બેઉ વ્યક્તિ સુખી થયાનો…
       પલ્લુ તારી તરફ નમ્યાનો તને,
       મુજને આનંદ ઉંચે ગયાનો છે.

3)    સહજ સ્નેહ નું ભાથું બાંધી,
       રહીએ નિત્ય પ્રવાસી.



 

આજની હાસ્ય પળો.. August 20, 2006

Filed under: જરા હસી લઈએ — nilam doshi @ 6:34 am

1)  આગાહી કરશો નહીં..એ ખોટી પડશે તો લોકો ભૂલશે નહીં અને
     સાચી
 પડશે તો કોઇ યાદ રાખશે નહીં
2)  આતિથ્ય:તમારા મિત્રોને તમારે ત્યાં ઘર જેવું જ લાગે તેમ 
     વરતવાની કુશળતા.
 પછી ભલે તમને એમ થાય કે તેઓ તેમને
     ઘેર જ હોત તો વધું સારું થાત!!

3)  આજે આનંદ માણો..કેમકે ભવિષ્યમાં તમે
આજના દિવસને જ   
     કેવા મજાના
 પુરાણા દિવસો તરીકે વર્ણવશો.