પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

કોણ નાનું? August 14, 2006

Filed under: સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 3:39 pm

 ગીતાલી અને માલીની બંને સ્ટોર માંથી બહાર નીકળ્યા.ગીતાલી ખુશખુશાલ હતી.અને કેમ ન હોય?બે લાખ રૂપિયા ની ખરીદી બે કલાક માં કરી નાખી હતી.જોકે આ કંઇ તેને માટે નવી કે મોટી વાત નહોતી.સમય કે પૈસા કશાની કમી નહોતી.બહાર નીકળતા જ ગીતાલી એ કહ્યું.તું જોજે ને કાલે સોનાલી તો મારો આ નેકલેસ જોઇ ને મન માં ને મન માં એવી બળશે ને…..બહું વટ મારતી હતી ને?હા,તું તો ક્યાં એ પાર્ટી માં આવીશ?પણ,જોજેને હું કાલે આવી ને તને બધી વાત કરીશ,મજા આવી જશે.
માલીની તો પોતાની દીકરી નો સ્કૂલથી આવવાનો સમય થઇ ગયો હોવાથી એની ચિંતા માં હતી.આમે ય તે થોડી ગીતાલી જેવી શ્રીમંત હતી?આ તો બંને સ્કૂલ ની બેનપણીઓ હતી .તો ક્યારેક ગીતાલી સાથે આવવા બોલાવે તો ના ન પાડી શકતી.
 કેમ કંઇ બોલતી નથી?અરે,ચિંતા ન કર ..તારી દીકરી ના આવવાના સમય પહેલા પહોંચાડી દઇશ. કહેતા તેણે મર્સીડીઝ ભગાવી.જાતે ડ્રાઇવ કરવાનો તેનો શોખ હતો.ત્યાં રસ્તા માં સીગ્નલ આવતા ગાડી ઉભી રાખવી પડી.લાંબી લાઇન હતી.ત્યાં એક 12કે 13 વરસ નો છોકરો હાથ માં જુઇ ના સરસ મજાના મઘમઘતા ગજરા લઇ ને દોડી આવ્યો.આટલી બધી ગાડીઓની વચ્ચે રસ્તો કરતાં કરતાં તે બે સ્ત્રીઓને જોઇ ને ગજરો વેંચાવાની આશા એ ઝડપથી આવ્યો. ગીતાલી અને માલીની બંને ગજરા ના શોખીન.છોકરાએ એક ગજરાના પાંચ રૂપિયા કહ્યા…ગીતાલી એ તરત જ કહ્યું,કેમ,આટલા બધા?ચાર રૂપિયા માં આપવો હોય તો આપ.છોકરો હા,ના કરતો હતો ઉતાવળથી …અને લઇ લેવા વીનવતો હતો.પણ ગીતાલી મક્કમ હતી.એમ છેતરાવાય થોડુ?સીગ્નલ ચાલુ થવાની તૈયારી જોઇ છોકરો લાચારીથી ચાર રૂપિયામાં આપવા તૈયાર થતો હતો..કદાચ આજે તેના પેટ નો ખાડો પૂરાયો નહોતો..
પણ ત્યાં જ કંઇ બોલ્યા સિવાય માલીની એ દસ રૂપિયા આપીને બંને ના ગજરા લઇ લીધા.ને ગાડી ચાલુ થઇ
 ગીતાલી બેનપણી ને સમજાવી રહીઅરે,તેં નકામી ઉતાવળ કરી..આફેળો ચાર રૂપિયા માં આપત.
 માલીની શું બોલે?તેની નજર સામે બંને દ્રશ્યો તરવરતા હતા.મોટા સ્ટોરમાં ખરાબ ન લાગે માટે,કંઇ પણ બોલ્યા સિવાય  બે લાખ ની ખરીદી કરતી ગીતાલી અને…..નાનકડા છોકરા સાથે એક રૂપિયા માટે દલીલ કરી,તેની લાચારી નો લાભ કે ગેરલાભ ઉઠાવતી ગીતાલી!!!અને ગીતાલી તો ન જાણે શું નું શું બબડતી હતી…તમારા નાના માણસો નું આ જ દુ:ખ! જલ્દી  સેંટીમેંટલ બની જાવ…….
                                                                               -નીલમ દોશી.

 

 

3 Responses to “કોણ નાનું?”

  1. manvant Says:

    મહાનતાને નાનપમાં સમાવાય એ તો વળી નવું !
    મોટાઈ તો મોટી ખરીદીમાં નથી. નિર્દોષતાને સાચી
    રીતે ઓળખવામાં છે.આભાર !

  2. shivshiva Says:

    આતો શો ઓફની દુનિયા છે.

    નીલા

  3. amitpisavadiya Says:

    થોડા મા ઘણુ સુચવી જાય છે વાર્તા. સરસ .

Leave a Reply