પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

નાનકડી જિંદગી માં August 5, 2006

Filed under: દ્રષ્ટાંતોની મહેફિલ — nilam doshi @ 1:52 pm

                                         કેટલાક વરસો પહેલાં અમેરિકા ના સીએટલ શહેર માં એક વિશેષ પ્રકાર ની ઓલિમ્પિક સ્પર્ધા નું આયોજન થયું હતું.એક દિવસ નવ સ્પર્ધકો દોડ ની સ્પર્ધા માટે ઉભા થઇ ગયા.તે નવે નવ જણ જન્મથી જ શારીરિક કે માનસિક મંદત્વ ના શિકાર બનેલા હતાં.તેમ છતાં તે નવ ભાઇ-બહેન એકસો મીટર ની દોડ માટે એક  કતાર માં ઉભા રહી ગયા હતાં.પિસ્તોલ નો અવાજ સાંભળી બધાએ દોડવાનું શરૂ કર્યું,દોડવાનું તો શું,…..લથડતા પગે બીજા છેડે પહોંચવા માટે બધા નીકળી પડયા(.તે સ્પર્ધા માં કોણ પહેલું આવે છે તે જોવાનું  હતું.)  
             બધા ધીરે ધીરે આગળ વધતા હતા.પણ તેઓમાં એક સાવ નાનો છોકરો હતો.તે થોડેક સુધી તો ખૂબ મહેનત કરી ને બધાની સાથે ચાલ્યો,પણ પછી લથડી ને વચ્ચે જ પડી ગયો.નાનો હતો,રોવા લાગ્યો.
 
            બીજા આઠ  જેઓ થોડાક આગળ નીકળી ચૂકયા હતા,એમણે આનો રોવાનો અવાજ સાંભળ્યો એટલે પોતાના ગતિ ધીમી કરી નાખીઅને પાછળ ફરી ને જોયું પછી એ બધા પાછા ફરી ગયા અને આ પડી ગયેલા છોકરા તરફ ચાલવા માંડયા.તે આઠ માં એક છોકરી હતી,જે પોતે પણ બૌધ્ધિક મંદત્વ ની શિકાર હતી.પેલા છોકરા પાસે આવી ને તેણે નીચે નમી ને તેનો હાથ પકડયો ,તેને બેઠો કરી દીધો,અને પ્રેમથી તેને ચૂમી લેતાં એ બોલી,
ચાલ, હવે તને કશો  વાંધો નહીં આવે. 
               ત્યાર બાદ ફરી એ બધા નવ સ્પર્ધકો એક્બીજા ના હાથ પકડી ને દોડ ના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યા અને બધાએ સાથે મળી ને એક સાથે એ દોરડું પાર કર્યું.
   તે વખતે ત્યાં જેટલા યે દર્શકો હાજર હતા,એમનાથી એ દ્રશ્ય  ભૂલ્યું ભૂલાતું નથી.કેમકે પોતપોતાના હદય ના ઉંડાણ માં આપણે  બધા એક વાત ની બરાબર અનુભૂતિ કરતા રહીએ છીએ કે આ નાનકડી જિંદગી માં કેવળ પોતાની જ જીત માટે કોશિશ કરતા રહેવાનું પૂરતું નથી.જરૂર છે તેની કે આપણે સહુ આ જિંદગી માં બીજા ને જિતાડવા માં પણ સહાયક બનીએ,પછી ભલે ને તેમ કરતાં આપણી પોતાની ગતિ થોડી ધીમી કરવી પડે અથવા આપણે આપણી રાહ થોડી બદલવી પડે.

                           -ડેનિયલ માઝગાંવકર. 

                                                                                           

                                                       

 

ડીસમીસ(મીસીસ દેસાઇ કે માલાવહુ?) August 5, 2006

Filed under: સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 1:32 pm

ડીસમીસ 

મીસીસ દેસાઇ થી ઓફિસ માં બધા ડરતા.ચીફ એક્ઝીક્યુટીવ ની પોષ્ટ પર પૂરી જવાબદારી અને નિષ્ઠા થી તે કામ કરતા.મીસીસ દેસાઇ માટે પૂરા સ્ટાફ ને માન હતું.પણ કામ માં તેઓ ક્યારેય બાંધછોડ ન કરતા.શિસ્ત ના પૂરા આગ્રહી..કડક સાથે માયાળુ સ્વભાવ ના.આજે એક કર્મચારી ને ભ્રષ્ટાચાર માટે રંગે હાથ તેમણે પકડયો હતો.ને ડીસમીસ કર્યો હતો.મીસીસ દેસાઇ બીજુ તો કદાચ ચલાવે પણ…ભ્રષ્ટાચારી સાથે તો કડક હાથે જ કામ લેતા.સાંજે ઘેર જતા પણ તેના મન માં કોઇ ને છૂટા કર્યા નો રંજ હતો.પણ કોઇ ઉપાય ન હતો. અને આ બધી ધમાલ માં ઘેર જવાનું મોડુ થઇ ગયુ હતું તે તો ભૂલાઇ જ ગયુ હતું.અચાનક ઘડિયાળ માં જોતા તે જલ્દી ઉભા થઇ ગયા.તો યે ઘેર પહોંચ્યા ત્યાં……….. 
હવે તે મીસીસ દેસાઇ મટી માલાવહુ બની ગયા હતા.જેને ઘર ની જવાબદારી(તેના સાસુ ના કહેવા મુજબ)ની કંઇ ભાન નહોતી કે તેના માં કોઇ આવડત નહોતી.ઘર માં પહોંચતા જ સાસુજી તાડૂકયા,આટલી વાર?ઓફિસ ના બહાને ન જાણે કયાં રખડે છે?નોકરી કરવા દઇએઅ છીએ તેનો અર્થ એ નથી કે ગમે ત્યાં રખડતા રહેવુ.ન જાણે સાસુ નો શું યે બડબડાટ ચાલુ હતો.સાસુએ તેને બધી યે લાયકાત માંથી ડીસમીસ કરી નાખી હતી.
અને ડીસમીસ થયેલ માલાવહુ આંસુ ને દિલ માં જ છૂપાવી ,મૌન બની રસોડામાં ઘૂસી ગયા.
                                               -નીલમ દોશી. 
                                                                                          

 

 

ઘર August 5, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 8:34 am

ગીત જેનું એક ઘર,
ને ઘર માં વહાલભર્યા લય-તાલ,
કોણ પછી મંજીરા લે? કોણ કરતાલ?

એક્બીજા ને ગમીએ ચાલો,
હોવું હોવું રમીએ ચાલો,
સૂરજ થઇ આથમવા કરતાં,
તારક થઇ ટમટમીએ ચાલો.