તુલસી ના છાંયે છાંયે ,ઘનશ્યામ મળીશું, 
શ્વાસો ના બંધ છૂટયે,વ્રજધામ માં મળીશું.
આયખું જમનાજળ
વહેવાનું ખળખળ
મારગડે મળે કોઇ ..પળ-બે-પળ.
તુલસી ના છાંયે છાંયે ,ઘનશ્યામ મળીશું, 
શ્વાસો ના બંધ છૂટયે,વ્રજધામ માં મળીશું.
આયખું જમનાજળ
વહેવાનું ખળખળ
મારગડે મળે કોઇ ..પળ-બે-પળ.
વિધાતા એ દીકરી ઘડી ને, ત્યારે ખૂબ ખાંતે,
કસબી હાથેથી એણે કરી કમાલ!!
રૂપ નો અંબાર કરું,મીઠપ અપાર ભરું
ખજાનો ખૂટાડી કરું ખલક ને ન્યાલ.
દેવીયું કનેથી માગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર
ચપટીક રજ લીધી ખેતર તણી
અને દીકરી ના આંખે ભર્યા દમકતા નૂર.
સાકર નો લઇ સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યા જરીક,
સૂરજ ના ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધા
જોઇ કારવી ને કીધું,હવે કાંક ઠીક.!!!
વિધાતાએ દીકરી ઘડી ને વળી જોઇ જોઇ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ,હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત,નર્યું નીતર્યું આ સુખ…
અજાણ અંગ્રેજ કવિ ની કવિતા નો
અનુવાદ કવિ શ્રી મકરંદ દવે
અમદાવાદ લાયોનેસ કલબ તરફથી દર મહિને સિવિલ હોસ્પીટલ માં ફળ વિતરણ કરાય છે.એમાં મંત્રી બન્યા પછી હું પણ બધા ની સાથે એ માટે ગઇ.હું જાણે કોઇ મહાન કાર્ય કરવા જઇ રહી છું તેવો મન માં ભાવ અને પગ માં થનગનાટ હતો.આજુબાજુના વાતાવરણે એ ભાવ ને જરા વધારે ઉંચાઇએ પહોંચાડયો.ને મારા શરીર માં જાણે મધર ટેરેસા પ્રવેશતા હોય એવું હું અનુભવવા લાગી.હાથ માં થેલાનું ખાસ્સું વજન હતું.પણ થેલા માં જાણે કેળા નહીં,સોનામહોરો ભરી હતી.ઉપાડી ને ચાલતા પરસેવો વળતો હતો.પણ મહાન થવું સહેલું થોડું છે?હું હવે સિવિલ હોસ્પીટલ ના નહીં,મહાનતાની સીડી ના પગથિયા ચડી રહી હતી.
અમે વોર્ડ માં પહોચ્યા.ખૂબ નમ્રતાથી હું પહેલા ખાટલા પાસે ગઇ.દર્દી ના બંને પગે પ્લાસ્ટર હતું.પૂરા વિવેકથી એના ટેબલ પર બે કેળા મૂકવા ગઇ.એની સાથે રહેલા બહેને હાથ લંબાવ્યો.બહું સંકોચથી એમના હાથ માં મેં બે કેળા મૂકયા.અને એમની સામે નજર માંડી.કેળા હાથ માં લઇ ને ખોળા માં મૂકતાવેંત એમના બે હાથ મારી સામે જોડાઇ ગયા.એમની આંખો માં જાણે મેં અડધું રાજપાટ આપી દીધું હોય એટલી બધી આભારવશતા છવાઇઅ ગઇ.મારાથી એ નજર નો ભાર ન ઉંચકાયો.અને મારા મન ની ઉંચાઇ અડધી થઇ ગઇ.
બીજા ખાટલે પહોંચી.દસેક વરસ નો બાળક હતો.આ વખતે કેળા ટેબલ પર મૂકવાને બદલે સીધા તેની મા ના હાથ માં મૂકયા,જેથી તેને હાથ લંબાવવો ન પડે.મા સામે જોવાની હિમત ઘટી ગઇ હતી.આથી સીધું બાળક સામે જોયું.મારી અને બાળક ની નજર મળે ત્યાં સુધી માં તો મા એ કેળુ છોલી ને બાળકને ખવડાવવાનું શરૂ કરી દીધુ હતું.બાળક ની આંખો માં મેં કેળાનો સ્વાદ છલકતો જોયો.અને મને કંઇક રાહત ની લાગણી થઇ.પણ મારા મન ની ઉંચાઇ હવે કેળા ની છાલ પરથી લપસી ને એના પગ સાથે બાંધેલી,જમીનથી જરાક જ અધ્ધર લટકતી ઇંટ સુધી પહોંચી ગઇ.
ત્રીજા ખાટલા પર કોઇ બહેન હતી.બાજુ માં એની ઘરડી મા બેઠી હતી.મેં નીચી નજરે કેળા એના ખોળા માં મૂકયા,ને મને એ મા બે હાથ જોડી બોલી,”બહેન,જેશ્રીક્રુષ્ણ,ભગવાન તારા દીકરા જીવતા રાખે.”હવે છલકાવાનો વારો મારો હતો.બહં સંયમ રાખ્યો ને બે ટીપાથી વધું આંસુ આંખમા થી બહાર ન જાય તેનું ધ્યાન રાખ્યું.પણ એ બે ટીપા એ મારી મહાનતા ને સાવ ધોઇ નાખી.ઇંટથી જમીન સુધી નું બે વેંત નું અંતર બાકી ના ખાટલે ફરતા જ ખતમ થઇ ગયું.માત્ર બે કેળા મળતા જોડાતા બે હાથો,તેમની આંખો માં છવાઇ રહેતી આભારવશતા કે દયનીયતાથી હું ભોંયભેગી થઇ ગઇ.વોર્ડ માં ફરતા ફરતા એ આભાર વશ નજરોથી મન નો અહમ ઓગળીસાવ તુચ્છ કરી મૂકતો હતો.વોર્ડ માં થી બહાર નીકળી ત્યારે હાથ માં કેળા નો ભાર ન હતો,હૈયા પર પેલી દંભી ઉંચાઇ નો ભાર હતો.
ફળવિતરણ નું કામ પૂરુ થયું ને મન વેતરવાનું શરું થયું.માત્ર બે કેળા આપી ને મેં એમને એવું તે શું આપી દીધું કે એમની આંખો માં,વાણી માં આટલો આભાર છવાઇ ગયો?અત્યારસુધી માં આના કરતા અનેકગણો તો ઘર માં બગાડ થયો હશે!અને જો બે કેળા આટલા કિંમતી હોય તો મેં આટલી જિંદગી કર્યું શું?મારા આયુષ્ય ના આટલા વરસો મેં ફકત મારા માટે જ ગાળ્યા?મેં ખાધું ને મારા પરિવાર ને ખવડાવ્યું.!તે દિવસે ઘેર આવી ને કોળિયો ગળે ઉતારી શકી નહી.
ત્યાર પછી મેં મારી જાત ને એક લાખ વાર સવાલ પૂછયો કે માત્ર બે કેળા કે એક સફરજન આપી ને યે હું કોઇની આટલી મદદ કરી શકું એટલું સમજતા મને આટલા બધા વરસો લાગ્યા?હવે મારી ઉંચાઇ ધરતા પર પડેલા રજકણ બરાબર રહી છે.
લતા હીરાણી.