Archive for August, 2006

આજના દિવસે…

August 31, 2006

આજે 31ઓગષ્ટ..મોંટેસરી પધ્ધતિના પ્રણેતા ડો.મારિયા મોંટેસરીનો આજે જન્મદિવસ છે.આજની આ શિક્ષણ પધ્ધતિ અને મોંટેસરી બાલમંદિરો તેમની કદી ન ભૂલાય એવી અનન્ય ભેટ છે.તેમને આપણા પ્રણામ.તેમનો જન્મ 31-8-1870 ના અને મ્રુત્યુ 6-2- 1952 ના રોજ થયુ હતું.
 
1 સપ્ટેમ્બર..ગુજરાતી ગઝલ સાહિત્યના તેજસ્વી તારક શ્રી” અમર પાલનપુરી”ની આજે જન્મજયંતિ.જન્મભૂમિનું નામ રોશન કરવા તેમણે “પાલનપુરી”તખલ્લુસ રાખેલ છે.અભિનંદન!

મને ગમતું…

August 31, 2006

હિમ ઓગળી ગયું ને
ભળી ગયું..                         
ઝરણાના ગાનમાં..
પર્વતો ઉભા રહી ગયા
ખોટા ગુમાનમાં.
 

ઝાડવાની દુકાન

August 31, 2006

ઝાડવાએ છાંયડાની માંડી દુકાન,                      
ધંધામાં રોકી છે પોતાની મૂડી  બધી
 એટલેકે સઘળાં યે પાન….
આવનાર માગે જો ચપટીભ્રર છાંયડો.. 
      તો ખોબાભર છાંયડો આપે.
સૂરજ વિદાય થતાં લાગે સંકેલવા.. 
      એ આમતેમ પાથર્યા પથારા
માંડે હિસાબ ..પડી એકલું તો.,
વકરામાં હોય કેટલાંયે હાશકારા!!
બાંધી લે ગાંઠે એ ગણ્યા વિના
પરચૂરણ સિક્કા..જે પંખીના ગાન….
કોઇને પણ થાય….
એને દેવાળુ ફૂંકવાનો, 
        આવશે દિવસ આજ-કાલમાં
આજ લગી તો ય એનો વેપલો., [...]

ભૂલ્યા કયારે?

August 31, 2006

         લીટાવાળી દીવાલો પર લટકે,                
     આખું બચપણ થઇને ફોટો, 
      વા થયેલ પગને હજુ યે…
 વીતી ગયેલ પળમાં મૂકવી દોટો 
 જન્મદિવસ તો છે યાદ.. 
    યાદ નથી….  
   કઇ તારીખે ભૂલી જવાયું..  
   રમતા અડકો-દડકો!!!
 
       સમયની ધૂળ ચોંટી બારસાખે,
       તો ય .. 
      આજે પણ..
       ધ્યાન રાખું છું   
     તમે દોરી ગયેલ સાથિયાનું.

મને ગમતું…

August 28, 2006

બંધ નયનમાં બંસીધર ને,          
ખુલ્લી પલક ગિરધારી..
શબ્દ સરે તે શામળિયો,
ને મૌન મહીં મુરારિ.
 
લાંબો પંથ ને રસ્તા કાચા,
એક મુસાફર લાખ લબાચા,
સૌ માને છે પોતે  સાચા
પારંપરિક સૌના ઢાંચા.
મનગમતા છે સાવ નકામા
અણગમતા રસ્તાઓ સાચા.
એક જ અર્થ મહાભારતનો..
શ્યામ વગર સૌ સાધન ટાંચા.
કયાંય ન સંભળાય….
કુદરતના છે  મૌન તમાચા.

લાગણીઓનું વિશ્વ …..
અચાનકમેજીક સ્લેટ જેવું કેમ થઇ જતું હશે?
 
ગ્રીષ્મે ખીલે તે ગુલમહોર!!!                 
 
બારમાસી ના [...]

મને ગમતું…

August 28, 2006

બંધ નયનમાં બંસીધર ને,          
ખુલ્લી પલક ગિરધારી..
શબ્દ સરે તે શામળિયો,
ને મૌન મહીં મુરારિ.
 
લાંબો પંથ ને રસ્તા કાચા,
એક મુસાફર લાખ લબાચા,
સૌ માને છે પોતે  સાચા
પારંપરિક સૌના ઢાંચા.
મનગમતા છે સાવ નકામા
અણગમતા રસ્તાઓ સાચા.
એક જ અર્થ મહાભારતનો..
શ્યામ વગર સૌ સાધન ટાંચા.
કયાંય ન સંભળાય….
કુદરતના છે  મૌન તમાચા.

લાગણીઓનું વિશ્વ …..
અચાનકમેજીક સ્લેટ જેવું કેમ થઇ જતું હશે?
 
ગ્રીષ્મે ખીલે તે ગુલમહોર!!!                 
 
બારમાસી ના [...]

મનગમતું…

August 27, 2006

1)    ગાઢ અંધારું ભલેને ચોતરફ ઘનઘોર છે,
                           પાતળી એને હજુ પણ એક રૂપેરી કોર છે.
 
                       2)  નીલગગન એ નથી જગતને લડવાનું મેદાન
                           સ્રુષ્ટિનો છે ચંદરવો,ને તારલિયાનું ધામ
                          કાળા-ધોળા વાદળ વચ્ચે
                          વીજળીનો ચમકાર
                          પ્રક્રુતિને પૂજો એ સંસ્ક્રુતિ વિધાન…
                          છૂપાઇને પરમ પિતા તું,
                          સકળ વિશ્વને કરે પ્યાર.
                         3)  લીલા રહે છે તોરણો [...]

મનગમતું…

August 27, 2006

1)    ગાઢ અંધારું ભલેને ચોતરફ ઘનઘોર છે,
                           પાતળી એને હજુ પણ એક રૂપેરી કોર છે.
 
                       2)  નીલગગન એ નથી જગતને લડવાનું મેદાન
                           સ્રુષ્ટિનો છે ચંદરવો,ને તારલિયાનું ધામ
                          કાળા-ધોળા વાદળ વચ્ચે
                          વીજળીનો ચમકાર
                          પ્રક્રુતિને પૂજો એ સંસ્ક્રુતિ વિધાન…
                          છૂપાઇને પરમ પિતા તું,
                          સકળ વિશ્વને કરે પ્યાર.
                         3)  લીલા રહે છે તોરણો [...]

મને ગમતું…

August 27, 2006

ઓસબિંદુએ 
 સમાવ્યું છે નિજમાં,
   વ્યોમ વિરાટ.
અમે તો દૂધનો પ્યાલો થઇનેક્યારના બેઠા,
હવે તું આવીને…
સાકર બની ને ભળ ગમે ત્યારે.
 
છેડવાથી શકય છે,રણકી ઉઠે;
મન,વીણાના તાર જેવું હોય છે.
 
હીંચકો ગાય છે
 વ્રુધ્ધોને હાલરડા.  

કાવ્યને સથવારે..

August 27, 2006

સુખો,દુ:ખો આવશે,ભરતી ઓટ લાવશે,
સાગર થઇ ને એટલું કહેજે,
સઘળું મુજને ફાવશે.ઉત્સાહે ઉછળતો રે’જે,
કિનારાને મળતો રે’જે. 
હસતો રે’જે,રમતો રે’જે,ધીરજથી ધસમસતો રે’જે..
એક પગલું તડકામાં,એક પગલું છાંયામાં
ગતિ કદી અટકે નહીંપ્રકાશ કે પડછ્યામાં
ધ્યેય તરફ તું ધપતો રે’જે.
કોઇ તને ધિકક્કારશે,કોઇ વળી સ્વીકારશે,
સઘળા સગપણ સ્થિર નથી…
અતૂટ નાતો એક અલખનો…
બાકી સઘળો ખેલ પલકનો.