સ્વાગત !

સુખ,દુ:ખ ,આશા,નિરાશા…આંસુ-સ્મિત રમૂજ કે ચિંતા…વ્યથા કે વલોપાત,આનંદ નો અવસર હોય કે શોક નો પ્રસંગ….માણસને …પોતાની પાસે જે કંઇક પણ છે …કે જે પોતાને ગમે છે ….તે બીજા ને કહેવાની …વહેંચવાની માનવસહજ વ્રુત્તિ દરેક મનુષ્ય માં ઓછે વત્તે અંશે હોય જ છે.

ફાધર વાલેસે આ માટે તેના એક પુસ્તક માં સરસ ઉદાહરણ આપ્યું છે.તે અહીં ટાંકવાનો લોભ જાગે છે.

“એક વૈજ્ઞાનિક નવલકથાનો નાયક માનવજાતથી રીસાઇને પૃથ્વી પર કદી પાછા ન આવવાની પ્રતિજ્ઞા લઇ પોતાના અવકાશ યાન માં એકલો એકલો બ્રહ્માંડ ની અનંત યાત્રાએ ઉપડે છે.ત્યારે આકાશ ની અદભૂત શોભા નું દર્શન થતા એ બબડે છે:’ આ સૌન્દર્ય ની વાત હવે હું કોને કરું?’ ..અને ધીરેથી અવકાશયાન ફેરવીને માનવજાત ની ગોદ માં પાછો આવી જાય છે.”

આમ ગમે તેટલો અંતર્મુખી (introvert) માણસ પણ કયાંક તો પોતાનું હૃદય ઠાલવે જ છે. માણસ ને માણસ વિના ચાલતું નથી..ને ચાલવું પણ ન જોઇએ.

અહીં મારો હેતુ પણ ફકત એટલો જ છે…જે મને ગમ્યુ છે…તે બીજા લોકો સાથે share કરું. મને જે ગમ્યું છે તે બધા ને ગમે જ તે જરૂરી નથી જ. પણ જેને પણ ગમે તે માણી શકે …અને આદાન –પ્રદાન ની પ્રક્રિયા આગળ વધી શકે. અને દરેક માણસ ને એક અપેક્ષા જરૂર હોય જ છે “કોઇ મને ચાહે ને સમજે” આ માનવસહજ અપેક્ષા છે.

પ્રેમ આપવાની ને પ્રેમ મેળવવાની અનંત ઝંખના દરેક માનવ ની અંદર એક યા બીજી રીતે હોય જ છે.કોઇ પોતાની લાગણી શબ્દો માં વ્યકત કરી શકે છે, તો કોઇ નથી કરી શકતા…એ અલગ વાત છે.બાકી સાચી લાગણી જેને મળી છે, એ નશીબદાર છે જ એવા નશીબદાર બનવાની ઇચ્છા કોને ન હોય?

આ બ્લોગ ખાસ કરી ને સમસ્ત વિશ્વ ની દીકરીઓ ને સમર્પિત કરતા મને આનંદ થાય છે. કદાચ દીકરી માટે હું પહેલેથી જ થોડી પક્ષપાતી રહી છું.(પણ દરેક દીકરી ના મા માટે આ સાચું નથી?) અને દરેક સ્ત્રી…કોઇ ની ને કોઇ ની દીકરી તો હોય જ છે ને?”મા” બની ને એ દીકરી મટી નથી જતી.અને સ્ત્રી….સંસ્કૃત શબ્દ સ્ત્રુ માંથી આવ્યો છે. સ્ત્રુ એટલે વિસ્તરવું…..જે વિસ્તરે છે તે સ્ત્રી…છોકરી કે છોકરો બંને ની જન્મદાતા સ્ત્રી જ છે. એટલે કોઇ પણ છોકરા…પુરૂષ નો પહેલો સંબંધ …પહેલો પરિચય તો સ્ત્રી સાથે જ ને? આંખ પણ ઉઘાડયા પહેલાનો પરિચય…સ્ત્રી.

એટલે દીકરી કહી એમાં બીજી રીતે જોઇએ તો સમસ્ત વિશ્વ આવી ગયું ને ?

બસ…આટલું જ……આશા છે આપ સૌનો સહકાર,પ્રેમ મળશે.

અસ્તુ
નીલમ દોશી.

9 Comments

  1. 1

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. આપનો બ્લોગ વધારે ને વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ.

  2. 2
    shivshiva Says:

    નીલમબેન
    ખૂબ સરસ છે. તમે ખૂદ જ સમૃધ્ધ છો તો તમને અમે શું આપીયે શુભેચ્છાઓ સિવાય ? ખૂબ આગળ વધો એવી હૃદયપૂર્વક આપને શુભેચ્છઓ

    તમારી સાહેલી
    નીલા

  3. 3

    Dear Nilamben,

    Very nice beginning… may it never end!!
    Welcome to the world of Gujarati blogs.

    Best wishes for your blog…
    see you around…

    Sasneh,
    “UrmiSaagar”
    http://www.urmi.wordpress.com

  4. 4

    Also, there is another blog with same name “Ujas” http://www.ujaas.blogspot.com/
    you may want to check it out… and name your blog a unique name… JUST A HUMBLE SUGGESTION!!

  5. 5

    આજે પ્રથમવાર આપના બ્લોગ ની મુલાકાત થઇ…
    સરસ વિચારો છે નિલમબહેન આપના.
    આપનો બ્લોગ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી હાર્દિક શુભેચ્છા.

    અમિત પિસાવાડિયા
    http://amitpisavadiya.wordpress.com

  6. 6
    સુરેશ જાની Says:

    આજે મારા ઇમેઇલ ચેક કરતાં તમારા બ્લોગની ખબર પડી. બહુ જ સરસ. હજુ કાંઇ વાંચ્યું નથી. પણ આટલા થોડા વખતમાં તમે ઘણી બધી પોસ્ટ નાંખી દીધી છે, અને તે પણ આટલી લાંબી મેટર. આ તમારો ઉત્સાહ બતાવે છે.
    અભિનંદન….
    તમારે મારી કોઇ પણ મદદની જરૂર હોય તો જણાવશો.

  7. 7
    ujas Says:

    shri sureshbhai,
    thanks a lot.i need yr blessings.and thank for offering me a helping hand.
    nilam

  8. 8
    સુરેશ જાની Says:

    નીલમબેન
    એક સૂચન ..
    આ પાનાને સામાન્ય પોસ્ટ ને બદલે ‘સ્વાગત’ નામનું પેજ બનાવી રાખશો તો હંમેશાં વાંચી શકાશે. આ મને ગમતી શૈલી છે. માનું છું કે તમને તે અનુકૂળ આવશે.

  9. 9
    bharat Says:

    xcellent.koi shabd nathi malto,mari feelings xpress karwano,ke hu ketlo khush chhu,aa site joine. plz.keep it up.father wallace is indirectly 4 me, evu lage chhe,atyare
    upar thi 3-4 topc vancya chhe. i am happy abt.these creative work.now i will regular visit ur worrk.n surely give feed back on it(guj.ghanu nabru chhe)


RSS Feed for this entry

Leave a Comment