“આ ચોરી કહેવાય?” “મંગુ, લે, આ દૂધ ને બિસ્કિટ…લ્યુસી ને બરાબર ખવડાવજે હોં.!હમણાં લ્યુસી યે પાછીબહુ નખરા કરતા શીખી ગઇ છે.મને તો તેની ચિંતા થાય છે.કહેતા શેઠાણી બહાર ગયા.લ્યુસી શેઠાણી ની માનીતી કૂતરી હતી.મંગુ ચૂપચાપ કૂતરી ને દૂધ પીવડાવવા ગઇ.લ્યુસી એ બિસ્કિટ તો ખાધા પણ પેટ ભરેલું હોય કે ગમે તેમ આજે દૂધ તેને પસંદ ન આવ્યું.મંગુએ પીવડાવવાની ઘણી કોશિષ કરી..પણ લ્યુસી એ ન જ પીધુ.હવે શું કરવું?લ્યુસી ને તે નથી પીવડાવી શકી એમ કહે તો?તો શેઠાણી નો પારો કેવો ચડે છે એ તે અનુભવી ચૂકી હતી. ત્યાં મંગુ નો 5 વરસ નો દીકરો ત્યાં આવ્યો.મા ના હાથ માં દૂધ જોઇ બાળકને દૂધ પીવા નું મન થઇ ગયું.આમ તો ઘર માં દૂધ તેને જોવા યે ક્યાં મળતુ હતું?”મા., મને દૂધ દે ને…મને યે દૂધ પીવું છે,,,મા,દે ને…”બાળક કરગરી ઉઠયો.મંગુ નું માત્રુહ્રદય કકળી ઉઠયું.લ્યુસી આમેય દૂધ નહોતી પીતી.કયારેય કંઇ ખોટુ ન કરનારી,પ્રામાણિક મંગુ દીકરા ને રડતો આજે ન જોઇ શકી,તે મંગુ મટી “મા” બની ગઇ.જે થવું હોય તે થાય ..આમેય દૂધ ફેંકવાનું જ હતું.તે જલ્દી જલ્દી પોતાના બાળક ને દૂધ પીવડાવવા લાગી.હજુ તો બાળકે એક ઘૂંટડો ભર્યો હતો…ત્યાં…પાછળથી અચાનક આવેલ શેઠાણી ની એક ઝાપટ પડી…ને દૂધ બધું ઢોળાઇ ગયું.ને શેઠાણી ગુસ્સે થઇ શોર મચાવી ઉઠયા.”મારી લ્યુસી નું દૂધ તારા આ ગંધારા છોકરા ને પીવડાવે છે?આવી ચોરી કરે છે?મંગુ તેની “ચોરી” માટે મૂંગા મૂંગા માફી માગી રહી. નીલમ દોશી

હૃદયદ્રાવક કથા છે
નીલા
Really very touching story.
In today’s world of show off, these kind of people make us realize that what matters is money and not honesty…..
but the next moment also tell us that these are just the momentory illusion. The ethics and honesty can never be substitited with any materialistic thing in the world.
very touching story.pl.put some more laghukatha .like to read it.
આમ પણ બને. મોટા લોકો….